અમે સરકારી સાક્ષી બનવા તૈયાર, અમને માફી આપો
06, જાન્યુઆરી 2021

દિલ્હી-

નીરવ મોદીએ અમને પણ બરબાદ કરી નાખ્યા છે, અમે સરકારી સાક્ષી બનવા તૈયાર છીએ, અમને માફી આપો’ એવી આજીજી નીરવની સગી બહેન પૂર્વી અને બનેવી મયંક મહેતાએ કરી હતી.

પંજાબ નેશનલ બેંકના અબજાે રૂપિયા ગૂપચાવીને વિદેશ નાસી ગયેલા નીરવ મોદીના બહેન બનેવી સામે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરીંગનો કેસ કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કરેલા બે કેસમાં નીરવની નાની બહેન પૂર્વી અને બનેવી મયંક મહેતાએ સાક્ષી બનવાની જાહેરાત કરી હતી. મુંબઇની સ્પેશ્યલ કોર્ટે આ બંનેની માફી અરજી સ્વીકારીને તેમને સરકારી સાક્ષી બનવાની મંજૂરી આપી હતી. ગયા મહિને પૂર્વી અને મયંક મહેતાએ સ્પેશ્યલ કોર્ટમાં એક અરજી આપી હતી. આ અરજીમાં બંનેએ એવો દાવો કર્યો હતેા કે અમે નીરવના કેસથી હવે દૂર થઇ જવા માગીએ છીએ. અમને માફી આપવામાં આવે તો અમે નીરવ વિશે કેટલીક સચોટ માહિતી આપવા અને સરકારી સાક્ષી બનવા તૈયાર છીએ. અત્રે એ ધ્યાનમાં રહે કે પૂર્વી પાસે બેલ્જિયમનું અને એના પતિ પાસે બ્રિટિશ નાગરિકત્વ છે.  

આ બંનેએ પોતાની અરજીમાં કહ્યું હતું કે નીરવે આચરેલા અપરાદના કારણે અમારી અંગત અને વ્યાવસાયિક જીંદગીને ઘણી પ્રતિકૂળ અસર થઇ હતી. ઇડીએ અમારી સામે મૂકેલા મની લોન્ડરીંગના બે કેસમાં અમે સરકારી સાક્ષી બનવા તૈયાર છીએ. અમે કેટલીક એવી માહિતી આપી શકીએ તેમ છીએ જે નીરવ અને એના સાથીદારોને ગુનેગાર પુરવાર કરવામાં મહત્ત્વની સાબિત થઇ શકે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution