સુરત-

મંત્રી દર્શનાબેન જરદોશે બિલ્ડરો સામે જાેરદાર ઝાટકણી કાઢી નાંખી, ‘મંત્રી બન્યાના બે દિવસ પછી જ ચેમ્બરના વેપારીઓ મને દિલ્હી મળવા આવ્યા હતા અને વિસ્કોસ યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી મુદ્દે રજૂઆત કરી હતી. ૨૪ કલાકમાં જ આ પ્રશ્નનો ઉકેલ લાવી દીધો હતો.પરંતુ મીડિયામાં ચેમ્બરે ક્રેડિટ લીધી હતી. કામ અમે કરીએ તો અમને ક્રેડિટ મળવી જ જાેઈએ.’ તેવું રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે ક્રેડાઇ (બિલ્ડરો) દ્વારા યોજાયેલા સન્માન સમારંભમાં કહ્યું હતું.

શનિવારે ચેમ્બર દર્શના જરદોશનું સન્માન કરશે. મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ‘ટેક્સટાઈલ મંત્રાલય ખુબ જ મોટું છે. સુરતનું વોલ્યુમ ભલે મોટું રહ્યું પરંતુ તમિલનાડુનું કોટન,બંગળાનું જ્યૂટ, લુધિયાણાની નીટિંગ ઈન્ડસ્ટ્રી પણ ખુબ જ મોટી છે, ૩૭૦ થયા પછી કાશ્મીર પશ્મીની સાલ બને છે તેનું પણ માર્કેટિંગ કરવું પડશે. કચ્છમાં બનતા કપડાં હોય કે, રાજસ્થાનની કોટન ઈન્ડસ્ટ્રી હોય. આ બધુ જ જ્યારે વિચારીએ ત્યારે થાય કે, ટેક્સટાઈલ કેટલું મોટું છે. મને તો ખુબ જ કામ કરવાનું ગમશે, પરંતુ ક્યારેક કામ કરતાં કરતાં એવું થાય કે, કામ થયું છે તો જઈને લોકોને બોલો. તેમણે કહ્યું કે, ‘મંત્રી બન્યા પછી માત્ર ૨ દિવસમાં મને ચેમ્બરમાંથી ફોન આવ્યો. મેં એમને અને ડિજીટીઆરના અધિકારીઓને બોલાવ્યા. બીજે જ દિવસે હું અને સી.આર ભાઈ ગયા. જ્યારે અમે વ્યવસ્થિત રીતે આંકડા રજૂ કર્યા તો વિસ્કોસ યાર્નની એન્ટિડમ્પિંગ ડ્યૂટીનું ડિસિઝન બીજે જ દિવસે આવી ગયું. તમે મને બતાવો, જે ૨૪ કલાકમાં, કોઈ ઈન્ડસ્ટ્રી એવી છે, કોઈ એવા મંત્રી છે જે તમને કામ કરીને બતાવે. છતાં મીડિયામાં જ્યારે વાત આવતી હોય ત્યારે બધામાં જ ચેમ્બરે કૂદી પડવાનું? અમે લેટર લખેલા, મહુવા ટ્રેન તો અમે માંગેલી. એટલે ખબર નહીં પોલિટિકલ વિંગમાં અમે કશું કરીએ છીએ કે નહીં તે ખબર નથી પડતી. કોઈ વાર તો થાય કે, કામ કરવા જ નથી. એવી ઈચ્છા પણ થાય કે, પાઠ ભણાવી દઈએ. પણ શહેર હિતની વાત હોય આ બધુ ભૂલી જઈએ છીએ. કારણ કે, મને અને સી.આર.ભાઈને ૧૦૦માંથી ૭૫ મત મળ્યા છે. અપેક્ષા તો એટલી જ છે જ્યારે વખત આવે કામ થયું હોય ત્યારે તેની ક્રેટિડ અને ૧૦૦ ટકા મળવી જ જાેઈએ.’