ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓને ભૂલે છે એમની હવા કાઢીશું
22, નવેમ્બર 2021

જામનગર, જામનગર ભાજપના સ્નેહ મિલન તેમજ લોકાર્પણના કાર્યક્રમમાં આવેલા પ્રદેશ પ્રમુખ પાટીલે પોતાના આકમક તૈવર દેખાડતા કહ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધીઓમાં હવા ભરાય ગઇ હશે તો તેને કાઢી નાખવામાં આવશે, કાર્યક્રરોનું સન્માન જાળવવું પડશે. નરેન્દ્ર મોદી અને અમીત શાહના નામે ચૂંટણી જીતો છો તે ભુલતા નહી તેમ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જણાવ્યું હતું. જામનગર ભાજપના સ્નેહ મિલન માટે આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ૧૨ કરોડના વિકાસ કામો જેમાં કાલાવડ તાલુકા પંચાયતનું ભવન, તલાટી કર્મચારી આવાસનું ખાતમુહુર્ત કર્યુ હતું આ પછી તેમણે જામનગરમાં પ્રહ્મ પુરસ્કાર અને ગૌરવ પુરસ્કારથી સન્માનીત વિશિષ્ટ એવોર્ડ કાર્ય કરનાઓને સન્માનીત કર્યા હતાં.

ત્યાર બાદ ઓશવાળ સેન્ટરના મેદાનમાં સ્નેહ મિલનના કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધીઓમાં હવા ભરાઇ ગઇ હશે તો તેને કાઢી નાખવામાં આવશે, કાર્યકરોનું સન્માન જાળવવું પડશે, નરેન્દ્ર મોદી અને અમીત શાહના નામે ચૂંટણી જીતો છો તે ભુલી ન જતાં આ ઉપરાંત તેમણે વિદ્યાન સભાની ચૂંટણીમાં ૧૮૨ સીટનો ટાર્ગેટ હોવાનું જણાવ્યું હતું અને તેના માટે તમામે કામે લાગી જવા કહ્યું હતું. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, હવે તમે સચિવાલયમાં જાઓ છો, ત્યારે આજ મંત્રીઓ જે અહીંયા બેઠા છે એજ મંત્રીઓ તમને આવકાર આપે છે. તમારી વાત સાંભળે છે, તમને ચા-પાણીનું પૂછે છે, પહેલાં નહોતા પૂછતા. હવે તો જમવાનું પણ પૂછશે. નહીં જમાડે તો પણ જમાડવું પડશે, મારૂ બધા પર ધ્યાન છે. મિત્રો, સરકાર બલદાય, મંત્રીઓ બદલાય. મંત્રીઓ એટલે બદલાય કે નવી કેડર ઉભી કરવાની ભારતીય જનતાપાર્ટીની પરંપરા રહીં છે. આવનારા દિવસોમાં નવું લોહી આવે, ભારતીય જનતાપાર્ટીની ધુરા સંભાળવા માટે સક્ષમ બને. પાટીલે વધુમાં જણાવ્યું કે, ઉમેદવારો જ્યારે જીતતા હોય છે, ત્યારે કેટલાકને હવા પણ ભરાઇ જતી હોય છે, કાર્યકર્તાઓને ભૂલી જતાં હોય છે. પણ હવે તે હવા કાઢી નાખવામાં આવશે. કાર્યકર્તાનું કોઇપણ મંત્રી અપમાન કરશે તો તેને સહન કરવામાં આવશે નહીં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution