દિલ્હી-

એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું કે જાે બર્લિનની દીવાલ પાડી શકાય તો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો વિલય કેમ ન થઇ શકે? જાે ભાજપના નેતૃત્વમાં આવું થતું હશે તો અમે ભાજપનો સાથ આપીશું.

નવાબ મલિકે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે જે પ્રકારે કહ્યું કે એક સમય એવો આવશે જ્યારે કરાચી ભારતનો ભાગ હશે, તો અમે કહીએ છીએ કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો વિલય થવો જાેઈએ. તેમણે કહ્યું કે જાે બર્લિનની દીવાલ પાડી શકાતી હોય તો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક સાથે કેમ ન આવી શકે?એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે જાે ભાજપ આ ત્રણ દેશોનો વિલય કરીને એક જ દેશ બનાવવા માંગતો હોય તો અમે ચોક્કસપણે તેનું સ્વાગત કરીશું.  

મહારાષ્ટ્રમાં એકવાર ફરીથી લોકડાઉનની શક્યતાને નવાબ મલિકે ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલ લોકડાઉનની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે આથી ત્યાં પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં દરેક સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.