મુંબઇ

સોશિયલ મીડિયા પર ગુડ ન્યૂઝને લઈને કપિલ શર્માએ લોકોની જિજ્ઞાસા વધારી દીધી હતી. સૌ કોઈ કપિલ બીજી વાર પિતા બન્યો એવા અંદાજા લગાવી રહ્યા હતા, પણ આખરે કપિલે રહસ્ય પરથી પડદો હટાવ્યો છે. કપિલ શર્માએ તેના ડિજિટલ શોનો ટીઝર વીડિયો શેર કર્યો છે. જોકે તેમાં શોનું નામ નથી પણ કપિલ નેટફ્લિક્સના શો 'દાદી કી શાદી'થી ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે. 

કપિલે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું, 'અફવાઓ પર ભરોસો ન કરો ગાય્ઝ, માત્ર મારા પર વિશ્વાસ રાખો. હું નેટફ્લિક્સ પર આવી રહ્યો છું જલ્દી. આ છે આસ્પિસિયસ ન્યૂઝ.'