કોલકત્તા-

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ગુરુવારે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.ઘાયલ લોકોને માલદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, કારખાનામાં ઉપયોગમાં લેવામાં આવતા એક વિદ્યુત મશીનમાંથી વિસ્ફોટ થયો હતો.

માલદાના એસપી આલોક રાજોરીયાએ જણાવ્યું હતું કે, "પ્લાસ્ટિક ફેક્ટરી વિસ્ફોટમાં કુલ પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે." તેમણે કહ્યું કે ફેક્ટરીમાં 45 હોર્સપાવરની ઇલેક્ટ્રિક મશીનમાં થોડી યાંત્રિક નિષ્ફળતાને કારણે વિસ્ફોટ થયો હતો.  વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. વધુ તપાસ હાથ ધરી છે.