દિલ્હી-

સમગ્ર દેશ અને દુનિયા કોરોના જેવી મહામારીમાંથી પસાર થયા છે અને થઈ રહ્યા છે ત્યારે હવે સમયની માંગ છે કે, દેશના કરદાતાઓને રાહત આપવામાં આવે એમ નિર્મલા સિતારામને કહ્યું હતું. તેમણે સિનિયર સિટીઝનો માટે ખાસ જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે 75 વર્ષ કે તેનાથી વધારે વય ધરાવનારા સિનિયર સિટીઝનોએ આવકવેરા પ્રમાણપત્ર મેળવવું નહીં પડે. સાથે જ એનઆરઆઈ લોકોને ટેક્સ ભરવામાં જે મુશ્કેલી પડતી હતી તેનો રસ્તો કાઢતાં કહ્યું હતું કે આ નાગરીકોએ હવે ડબલ ટેક્સ સિસ્ટમમાંથી પસાર થવું નહીં પડે.