રાજ્યમાં વરસાદની સ્થિતિની વિષે રાહત કમિશનર હર્ષદ પટેલે શું કહ્યું ?

ગાંધીનગર-

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૨ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. રાજ્યના ૯૫ તાલુકાઓમાં અડધાથી સાડા પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના માંડવી-મુન્દ્રા, તાપીના વાલોડ અને આણંદના તારાપુર તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ ૭૯.૪૪ ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૨.૩૫ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૫૬.૪૧ ટકા સરેરાશ વરસાદ વરસી ચુકયો છે. રાજ્યમાં વરસાદી માહોલના કારણે ગુજરાત એસ.ટી. બસની ત્રણ રૂટની ૧૭ ટ્રીપો બંધ રાજ્યના ૧૯૫ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે... સરદાર સરોવર ડેમમાં ૧૨૧.૦૮ મીટર જળ સપાટી, ૫૪.૦૬ ટકા જળસંગ્રહ થયો છે..રાજ્યના ૯૪ ડેમ હાઈ એલર્ટ, ૧૦ ડેમ એલર્ટ અને ૭૪ ડેમ વોર્નિંગ ઉપર છે. કચ્છના માંડવીમાં ૧૩૩ મી.મી., મુન્દ્રામાં ૧૩૨ મી.મી., વાલોડમાં ૧૨૭ મી.મી., તારાપુરમાં ૧૨૪ મી.મી., નેત્રંગમાં ૧૨૧ મી.મી., વાલીયામાં ૧૧૪ મી.મી., ખંભાતમાં ૧૦૮ મી.મી. અને ભિલોડામાં ૧૦૬ મી.મી. વરસાદ એટલે કે ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

જયારે મહુવા(સુરત), ધરમપુર, વડાલી, નવસારી, ઈડર અને વ્યારા મળી કુલ છ તાલુકાઓમાં ત્રણથી ચાર ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. તદુપરાંત તિલકવાડા, સુબિર, બોરસદ, જલાલપોર, ભરૂચ, દિયોદર, ગાંધીધામ, પેટલાદ, સતલાસણા, ગરૂડેશ્વર, પલસાણા, ડિસા, સોજીત્રા અને ચોર્યાસી તાલુકા મળી કુલ ૧૩ તાલુકાઓમાં બે ઈંચ થી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના ૬૭ તાલુકાઓમાં અડધાથી બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જયારે ૯૬ તાલુકાઓમાં અડધા ઈંચથી એક મી.મી. સુધીનો સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૭૯.૪૪ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૨.૩૫ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૨.૪૭ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૯.૩૧ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૬૨.૦૩ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૫૬.૪૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં વરસી રહેલાં અવિરત વરસાદને પગલે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની ડેમની જળસપાટી ૧૨૧.૦૮ મીટર પર પહોંચી છે. તેની સાથે જ સરદાર સરોવર ડેમમાં ૫૪.૦૬ ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના ડેમોની સ્થિતિ પર તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહયું છે ત્યારે આજની સ્થિતિએ કુલ ૯૪ ડેમ હાઈ એલર્ટ ઉપર એટલે કે ૯૦ ટકાથી વધુ ભરાયા, ૧૦ ડેમ એલર્ટ ઉપર એટલે કે ૮૦થી ૯૦ ટકા ભરાયા અને ૭૪ ડેમ વોર્નિંગ ઉપર એટલે કે ૭૦થી ૮૦ ટકા ભરાયા છે. તે ઉપરાંત ૮૭ ડેમ ૭૦ ટકાથી ઓછા ભરાયા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution