દિલ્હી-

ખેડૂત આંદોલન દરમિયાન અનેક વિદેશી હસ્તીઓ અને સંસ્થાઓ તથા સંસદોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. આ પૈકી ત્રણેક દિવસથી ભારતના ખેડૂત આંદોલનને પોતાનો ટેકો જાહેર કરનારી સ્વિડનની પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગને મિડિયામાં ઘણું નામ કમાવા મળ્યું છે. ખાસ કરીને તેણે આ આંદોલન દરમિયાન એક ટૂલકીટની જાહેરાત કરી છે, જેને પગલે દિલ્હી પોલીસે તેની સામે એફઆઈઆર પણ દાખલ કરી છે, તો આ ટૂલ કીટ શું છે, એ જાણીએ.

બુધવારે સોશ્યલ મિડિયામાં ગ્રેટાએ ખેડૂતોના આંદોલન બાબતે લખ્યું હતું કે, હવે ખેડૂતો સાથે હું ઊભી છું. હવે તેમને કોઈ બદલી નહીં શકે. ગ્રેટાએ જે ટૂલકીટ શેર કરી છે, તેનો અગાઉ પણ ઉપયોગ થઈ ચૂક્યો છે. 

ખરેખર આ ટૂલકીટ એવો ડોક્યુમેન્ટ છે, જેમાં ખેડૂત આંદોલનમાં વધારેમાં વધારે લોકોનો ટેકો કેવી રીતે મેળવી શકાય એ માટેના હેશટેગ્સની માહિતી છે. એટલું જ નહીં પણ ખેડૂત પ્રદર્શન દરમિયાન કોઈ સમસ્યા થાય તો કોનો સંપર્ક કરવો, શું કરવું અને શું ન કરવું વગેરે વિશેની માહિતી આ ટૂલકીટમાં આપવામાં આવી છે. આવી ટૂલકીટનો ઉપયોગ પહેલા પણ થયો હતો. ગયા વર્ષે અમેરીકામાં એક અશ્વેત યુવકની પોલીસ દ્વારા જાહેરમાં હત્યા થયા બાદ બ્લેક લાઈફ મેટર નામનું કેમ્પેઈન ચલાવાયું હતું અને તેને પગલે ભારત સહિતના દેશોમાંથી એ કેમ્પેઈનને ભારે ટેકો મળી ગયો હતો. આ ટૂલકીટમાં કેવા કપડાં પહેરવા, આંદોલન માટે ક્યાં જવું, એ બાબતે તમારા અધિકારો કયા છે, વગેરે માહિતી આપવામાં આવી હતી.