મહિલાને બચાવવા જતાં કાર ડિવાઇડર સાથે અથડાઇ પલટી ગઇ
21, નવેમ્બર 2022

રાજકોટ, રાજકોટ ભાવનગર હાઇવે અકસ્માત ઝોન તરીકે ધીમે ધીમે કુખ્યાત બની રહ્યો છે. સારા અને પહોળા રસ્તા છતાં છાશવારે અહીં વાહનો ટકારાવાના, વાહનો ફંગોળાઇ જવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે જંગવડ પાસે આજે શનિવારે વધુ એક અકસ્માત સર્જાયો હતો અને આગળ પસાર થઇ રહેલા એક્ટિવા ચાલક મહિલાને બચાવવા જતાં પાછળથી આવતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.

અને કાર જાેરદાર ડિવાઇડર સાથે અથડાઇને ગોથું ખાઇ ગઇ હતી અને કારમાં આગ ભભુકી ઉઠી હતી આથી તાબડતોબ પોલીસની સાથે ફાયરને પણ જાણ કરવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવાયો હતો અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઇ હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે એક્ટિવા ૫૦ ફૂટ સુધી ઢસડાયું હતું અને તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ભાવનગર હાઇવે પર જંગવડ પાસે એક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને ચાલક મહિલાને બચાવવા જતાં ગાડી ડિવાઈડર સાથે અથડાઇ ગોથું ખાઈ ગઇ હતી. જાે કે કારના ચાલકનો બચાવ થયો હતો જ્યારે એક્ટિવાના ચાલકને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. મહિલા રોડ ક્રોસ કરવા જતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution