જીનીવા,

કોરોના વાયરસ ક્યારે પુરો થશે? શું તેનુ પીક સમાપ્ત થઇ ગયુ છે? દરેક જણ આવા પ્રશ્નોના જવાબો શોધી રહ્યા છે. પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું માનવું છે કે વિશ્વમાં હજી સુધી કોરોના વાયરસનું પીક જોયું નથી, હાલની સ્થિતિ ભયાનક બની શકે છે. WHOનુ આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે દુનિયામાં દરરોજ બે લાખ નવા કેસ બહાર આવી રહ્યા છે.

મંગળવારે, પ્રેસ કોન્ફરન્સમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું, " અમને નથી લાગતું કે કોરોના વાયરસ હજી પીક ગયો છે". WHOએ કબૂલ્યું હતું કે કેટલાક દેશોએ લોકડાઉન હટાવતાં, આ કેસમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. તે છેલ્લા પાંચ અઠવાડિયામાં જોવા મળ્યું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડોક્ટર માઇકલ રિયાને જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે, જો ગતિ એક જેવી જ છે, તો પછીના થોડા દિવસોમાં મૃત્યુઆંકમાં તીવ્ર ઉછાળો આવી શકે છે. અહીં જણાવવામાં આવ્યું હતું કે એપ્રિલ અને મે મહિનામાં વિશ્વમાં દરરોજ એક લાખથી વધુ કેસ આવી રહ્યા છે. હવે જુલાઈના પહેલા અઠવાડિયામાં દરરોજ બે લાખથી વધુ કેસ બહાર આવી રહ્યા છે.

WHOએ કબૂલ્યું હતું કે આનું એક કારણ પરીક્ષણમાં વધારો છે, કારણ કે પરીક્ષણ જેમ જેમ આગળ વધશે તેમ તેમ નવા કેસ સામે આવશે. છેલ્લાં પાંચ અઠવાડિયામાં પરીક્ષણ લગભગ બમણું થઈ ગયું છે, તેથી જ આ આંકડા બહાર આવી રહ્યા છે.