10, માર્ચ 2021
અમદાવાદ-
રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ માટે સત્તાધારી પક્ષો દ્વારા નેતાઓની પસંદગી કરી દેવાઈ છે. અમદાવાદ, વડોદરા, અને ભાવગરમાં પણ કોર્પોરેટરોની પસંદગીના સમાચાર મળી રહ્યા છે.
અમદાવાદની સાથે હવે ભાવનગરના સત્તાધીશોની પણ જાહેરાત થઈ છે. કિર્તીબેન દાણીધારિયા ભાવનગરના નવા મેયર જાહેર કરાયા છે. ભાવનગરમાં મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત બેઠક છે. ત્યારે કિર્તીબેન દાણીધારિયા પર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. અહીં ડેપ્યુટી મેયરપદે કૃણાલ શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે ધીરૂભાઈ ધામેલીયાની પસંદગી કરાઈ છે.