રાજકોટ-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આડે હવે થોડા દિવસો બાકી છે અને ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ત્યારે રાજકોટમાં ટિકિટ માટે ભારે ધમાસાણ મચી ગયું છે. અહીં ખાસ કરીને કોંગ્રેસમાં છેલ્લા 11 ઉમેદવારોની યાદી બાકી છે ત્યારે છેલ્લે છેલ્લે પોતાના માણસોને ટિકિટ મળે એ માટે ઉમેદવારના સાથીઓમાં અને ખુદ દાવેદારોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળે છે. કોંગ્રેસે આ પહેલા 39 ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. 

કોંગ્રેસે છેલ્લા દિવસ સુધી બધા ઉમેદવારોની યાદી બહાર પાડી નથી. આજે એટલે કે શનિવારે પણ પક્ષે હજી 11 ઉમેદવારોની યાદી બહાર પાડી નથી. વોર્ડ નંબર એકમાં નિમિશાબેન રાવલને ટિકિટ આપવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ દ્વારા ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપી દેવાઈ છે, પરંતુ હજી ઉમેદવારોની પાસે મેન્ડેટ પહોંચ્યા નથી. આજે બપોરે 3 કલાકે ફોર્મ ભરવાનો સમય સમાપ્ત થઈ જશે ત્યારે હવે ક્યારે ઉમેદવારોની જાહેરાત કરાશે અને ક્યારે મેન્ડેટ પહોંચશે અને ક્યારે ફોર્મ ભરાશે એ સવાલ ઘણા ઉમેદવારોને અને તેમના સાથીઓને થઈ રહ્યો છે.