સુરત-

સુરત મહાનગર પાલિકામા મેયરના ૫ કરોડ રૂપિયાના બંગલાને કારણે વિવાદ છેડાયો હતો. જાે કે ત્યાર બાદ શાસકોને પ્રજાના પૈસા લીલાલેર કરવાનો શોખ જાગ્યો હોઈ તેવું લાગી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની કાર ૭ વર્ષમાં જ ખરાબ થઈ ગઈ. તમામ પદાધિકારીઓ માટે હવે લાખો રૂપિયાનો ધુમાડો કરીને નવી કાર ખરીદવામાં આવશે.

સુરતના મેયર અને કમિશનરની કાર ૭ વર્ષમાં જ ખરાબ થઈ. હવે તેમના માટે નવી ૫ ઇનોવા ગાડી ખરીદાશે. ૫ વર્ષમાં વારંવાર રિપેરીંગ ખર્ચ થતાં હોવાનું કારણ આપીને મેયર સહિતના ૪ પદાધિકારી અને મ્યુ.કમિશનર માટે કુલ ૫ નવી ઈનોવા કાર ખરીદાશે. આ કાર ખરીદવા ૭૭ લાખનો ધુમાડો સુરત મહાનગરપાલિકા દ્વારા કરાશે. આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આ અંગે ર્નિણય લેવાશે. મેયર સહિતના ૪ પદાધિકારી અને મ્યુ.કમિશનર માટે કુલ ૫ ઇનોવા કાર ખરીદવા ૭૭ લાખનો ધુમાડો કરાશે. ૬ વર્ષ ૧૧ મહિના અગાઉ ૧૪ જુલાઇ ૨૦૧૪ ના રોજ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને કમિશનર માટે ખરીદાયેલી ૪ ઇનોવા ગાડીનું રજિસ્ટ્રેશન કરાયું હતું. છેલ્લા ૫ વર્ષમાં આ ગાડીઓ વારંવાર રિપેરીંગ માટે જતી હોવાનું અને ઘણો ખર્ચ થતો હોવાનું કારણ જણાવાયું છે. ત્યારે આ ફરિયાદ ઉઠતાં નવી કાર લેવાનું કારણ જણાવાયું છે.