હિંમતનગર,તા.૨૭ 

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારત અને ચીનની  સરહદે શહીદ થયેલા આપણા ૨૦ જવાનો માટે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ઇશ્વરભાઇ દેસાઈ, ઇમરાનભાઇ બાદશાહ, ચંદ્રસિંહ ઝાલા, રાકેશસિંહ, બલવંતસિંહ દેવડા, ગિરીશ ચૌહાણ, કમળાબેન, પાકીજાબેન, મહેશ પરમાર, રામસિંહ, જયેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ઇડર એપોલો ત્રણ રસ્તા પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસ આગેવાન રામભાઈ સોલંકી, જિલ્લા પ્રમુખ રતનબેન સુતરીયા, નંદુભાઈ પટેલ, રમેશભાઈ સુરતી વગેરે આગેવાનો ઇડર એપોલો ત્રણ રસ્તા પાસે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા આગળ બે મિનિટનું મૌન પાળી જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.ખેડબ્રહ્મા પ્રાંત કચેરી આગળ તાલુકા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, નરેશભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ જોશી, મહેન્દ્રસિંહ વાઘેલા સહિત કાર્યકરોએ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. અશ્વિનભાઈ કોટવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી જણાવ્યું કે ચૂંટણી સમયે ૧ જવાનના માથાને બદલે ૧૦ માથા લાવવાની વાતો કરતા લોકો અત્યારે કેમ ચૂપ છે.