અમદાવાદ-

આશારામની ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં છે. રાજસ્થાનની જેલમાં બંધ આશારામએ જેલમુક્ત થવા માટે અરજી કરી છે. જે કોરોના સંક્રમિત થાય હોવાથી જામીન અરજી કરી છે. તેમની સારવાર જેલમાં જ ચાલતી હતી પરંતુ તબિયત વધુ લથડતા રાજસ્થાનની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે તે હાલમાં આશારામ જોધપુર AIMS માં સારવાર લઈ રહ્યા છે. ત્યારે તેમને આયુર્વેદિક સારવાર મેળવવા માટે જામીન અરજી કરી છે. ત્યારે આ અંગે આ અંગે વધુ સુનાવણી આગામી બુધવારે હાથ ધરવામાં આવશે. જે હાઇકોર્ટે સરકારને નોટિસ પાઠવી વધુ સુનાવણી 25મી મેના રોજ મુલતવી રાખી છે.

નોંધનીય છે કે આશારામને સુરતની પીડિતા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલમાં પૂરી દેવામાં આવ્યો છે. જે સુરતમાં બે બહેનો પર દુષ્કર્મ આચરવાના કેસમાં જોધપુરની જેલમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામને 10 દિવસ અગાઉ કોરોના થયો હતો. ત્યારે આશારામને જોધપુર જેલમાં કોરોના થતા હાઇકોર્ટ પાસે 30 દિવસના હંગામી જામીન માગવા અરજી કરી છે. આ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેમની ઉંમર 80 વર્ષની છે અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવારની જરૂર હોવાથી 30 દિવસના જામીન મળવા જોઇએ.