દિલ્હી-

સોશ્યલ મિડિયામાં તિરસ્કાર ફેલાવતા સંદેશાઓ અટકાવવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઈ હોવાની એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકાર અને ટ્વિટર એમ બંનેને નોટિસ ફટકારી છે. 

સોશ્યલ મિડિયામાં તિરસ્કાર ફેલાવતા સંદેશાઓની ભરમાર હોવાનું અને કેટલાંક ટ્વિટર સંદેશાઓમાં તિરસ્કારજનક જ નહીં પણ અભદ્ર સામગ્રી પણ ફેલાવાતી હોવાના આક્ષેપો સાથે એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ બાબતની નોંધ લઈને કેન્દ્ર સરકાર અને ટ્વિટર એમ બંનેને નોટિસ ફટકારી હતી. આ બાબતે કાર્યવાહી કરીને તેમનો રીપોર્ટ તથા જવાબ રજૂ કરવા માટે બંને પક્ષોને જણાવવામાં આવ્યું છે.