અમદાવાદ-

લેન્ડ ગ્રેબિંગના કેસોમાં કલેક્ટરને પાસા કરવાની સત્તા છે પરંતુ હાઇવેની બન્ને બાજુ ગૌચરની જમીનો પર હોટેલો ખૂલી છે, તે સરકારના ધ્યાનમાં નહીં હોય? સરકાર એવી જાહેરાત કરે છે કે અમે લેન્ડ ગ્રેબિંગની આટલી ફરિયાદો કરી છે, પરંતુ તેમાંથી ખાનગી જમીનોની ફરિયાદો કેટલી અને સરકારી જમીનોની ફરિયાદો કેટલી તેનો જવાબ સરકાર પાસે છે? કલેક્ટરોઓ ખાનગી જમીનમાં વિવાદમાં કાર્યવાહી ન કરવી જાેઇએ તેવું નથી કહેતા પરંતુ તેઓ ગૌચર અને સરકારી જમીનના દબાણો અંગે કાર્યવાહી કરવા માટે પણ આટલાં જ ઉત્સાહિત છે? પાસાના આદેશ માટે કલેક્ટરે આપેલા આદેશની નોંધ લીધી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે અમરેલીની કોર્ટ દ્વારા આરોપીને જામીન આપવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના અધિકારીઓ નવા લેન્ડ ગ્રેબિંગ એકટનો સહારો લઈ રહ્યા છે તેવી હાઇકોર્ટે ટકોર કરી અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં પાસા અંગે કાર્યવાહી પર હાઇકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિંગ મામલે કાર્યવાહી કરવામાં કેમ જિલ્લા મેજિસ્ટ્રેટને રસ નથી. સરકાર દ્વારા પાસા અંગેની કાર્યવાહી માટે રજૂ કરેલા જવાબથી હાઇકોર્ટ નારાજગી વ્યક્ત કરી હતી. સરકાર તરફથી રજૂ કરેલા જવાબમાં તર્ક આપવામાં આવ્યો. જાે આ મહિલાને તડીપાર કરવામાં આવે તો પણ એ વકીલની મદદ લઇ શકે છે. પણ પાસા કરવામાં આવે તો એને કાર્યવાહી કરવામાં લાંબો સમય નીકળી જાય. કોર્ટે ટકોર કરી કે ન્યાયના વહીવટમાં અવરોધ ઉભો કરવા બદ્દલ આ અધિકારી સામે આપરાધિક તિરસ્કારની કાર્યવાહી કેમ ન કરવી. ખાનગી કેસમાં શા માટે કલેક્ટર આટલો રસ ધરાવે છે. એક પણ એવો કેસ બતાવો જેમાં સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિંગ અંગે કાર્યવાહી થઈ હોય. રાજ્ય સરકારના અધિકારીઓ નવા લેન્ડ ગ્રેબિંગ એકટનો સહારો લઈ રહ્યા છે તેવી હાઇકોર્ટે ટકોર કરી છે.અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ મામલે થયેલી ૪ અરજીઓ પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને ટકોર કરી હતી કે ખાનગી લેન્ડ ગ્રેબિંગના કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ અને પાસાના કિસ્સાઓ જ કોર્ટ સામે આવે છે. સરકારી જમીન કે ગૌચરની જમીનમાં પાસા થયા હોય તેવી બે ફરિયાદ તો બતાવો. હવે આરોપી બહાર નીકળી જાહેર વ્યવસ્થા માટે ખતરારૃપ બને તેવી શક્યતા છે. તેને તડીપાર કરવામાં આવે તો તે વકીલની મદદ લઇ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ રાખે તેવી શક્યતા છે. કોર્ટે આ સોગંદનામાની ગંભીર નોંધ લઇ કે અધિકારી સામે સિવિલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ નહીં પરંતુ ક્રિમીનલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શા માટે ન થવી જાેઇએ તેનો જવાબ જરૂરી છે. અમે આ અધિકારીને કન્ટેમ્પ્ટ નોટિસ નથી આપતા કારણ કે આ પ્રકારની નોટિસ એ ડિવીઝન બેન્ચની બાબત છે પરંતુ તેની સામે કન્ટેમ્પ્ટની નોટિસ શા માટે જારી ન કરવામાં આવે તેનો જવાબ આપવામાં આવે. સરકાર પાસાના કાયદાનો આટલો દુરૂપયોગ કરે છે કે આરોપી વકીલની મદદ ન લઇ શકે તે માટે તેને જેલમાં મોકલવામાં આવે.