નીતિશ કુમાર હત્યા કરીને ગાદી પર બેઠા છે એ કેમ નથી દેખાડતા?: તેજ પ્રતાપ યાદવ
11, ઓગ્સ્ટ 2021

પટના-

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનો દીકરો તેજપ્રતાપ યાદવ મીડિયા પર ભડકી ઉઠ્‌યો છે. ફેસબુક લાઈવ દરમિયાન તેજ પ્રતાપે પત્રકારો વિરૂદ્ધ કેસ કરવાની ધમકી આપતા કહ્યું કે, લાલુ પરિવારને બદનામ કરવા પ્રયત્ન થઈ રહ્યો છે. તેજ પ્રતાપે મીડિયાને ટાર્ગેટ કરીને કહ્યું કે, નરેન્દ્ર મોદી શું કરી રહ્યા છે તે પણ દેખાડો. લાલુ પ્રસાદ યાદવને ઘેરવાની કોઈની ઔકાત નથી.

તેજ પ્રતાપનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેજ મીડિયા પર નિશાન સાધતા કહે છે કે, આ તમે લોકો જે નોટંકી કરી રહ્યા છો અહીં, તમારા વિરૂદ્ધ પીઆઈએલ નોંધાવીશ. ઉપરાંત માનહાનિનો કેસ પણ કરીશ.મીડિયા પર ભડકતા તેજ પ્રતાપે કહ્યું કે, અમે લોકો છોડી દઈએ છીએ એટલે... મારા પિતાજી અંગે ચારા કૌભાંડ... શું છે ચારા કૌભાંડ બતાવો? આ વીડિયોમાં તેજ પોતાના પિતાજીની માફક આકરા અંદાજમાં દેખાઈ રહ્યો હતો.

તેજ પ્રતાપે કહ્યું કે, બધાને બેસાડીને ડિબેટ કરાવો છો.. તમાશો કરાવો છો... અને મોદીજી શું કરી રહ્યા છે? આજે નીતિશજી શું કરી રહ્યા છે.. સુશીલ મોદી શું કરી રહ્યા છે એ વસ્તુઓ પણ દેખાડોને. સુશીલ મોદીને ટાર્ગેટ કરીને કહ્યું કે, તેમનો મોટો મોલ બની રહ્યો છે તેના પર ફોકસ કરીને કેમ નથી દેખાડી રહ્યા? નીતિશ કુમાર તો હત્યા કરીને ગાદી પર બેઠા છે એ કેમ નથી દેખાડતા?વધુમાં કહ્યું કે, તેજ પ્રતાપ યાદવના પિતાજીને ઘેરો છો... ઔકાત નથી તમારા લોકોની એમને ઘેરવાની.... બિહારનું મીડિયા થોડા પૈસા માટે વેચાઈ ગયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution