પિરામિડ કરતા 2 ગણો મોટો એસ્ટરોઇડ પૃથ્વીના વાયુમંડળમાં ત્રાટકશે ?
03, સપ્ટેમ્બર 2020

દિલ્હી-

ગિઝાના પિરામિડ કરતા બે ગણો મોટો એસ્ટરોઇડ ઝડપથી પૃથ્વીની નજીક આવી રહ્યો છે. તા. 6 સપ્ટેમ્બરના રોજ પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરશે. યુએસ સ્પેસ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોને ડર છે કે તે પૃથ્વીના વાયુમંડલમાં ત્રાટકશે. ભારતીય સમય મુજબ તે 6 સપ્ટેમ્બરના રોજ બપોરના 3.30 વાગ્યે પૃથ્વીના વાયુમંડલમાં સાથે ટકરાઈ શકે છે.

આ એસ્ટરોઇડનું નામ એપોલો એસ્ટરોઇડ છે. કારણ કે તે પૃથ્વીની કક્ષાને પાર કરી રહ્યું છે અને તે પૃથ્વી માટે જોખમી સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિક ભાષામાં તેનું નામ 465824 (2010FR) છે. વૈજ્ઞાનિકોએ આ ખતરનાક ગ્રહની શોધ દસ વર્ષ પહેલાં કરી હતી. 

સેન્ટર ફોર નીયર અર્થ ઓબ્જેક્ટ્સ (સીએનઇઓએસ)ના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે અન્ય એસ્ટરોઇડની જેમ આ પણ પૃથ્વીની ભ્રમણ કક્ષા થઈ જશે. આનાથી પૃથ્વીને કોઈ ખતરો નથી. પરંતુ નાસાના વૈજ્ઞાનિકોને ખતરની આશંકા છે. 

પૃથ્વીને કોઈ નુકસાન થવાની સંભાવના નથી પરંતુ 50,530 કિ.મી. (સેકન્ડ પ્રતિ સેકન્ડ)ની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યું છે. 6 સપ્ટેમ્બરના રોજ નજીકથી પસાર થશે. પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી પસાર થશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરની વચ્ચે, ઘણા એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યા છે. આમાંથી એક 2011 ઇએસ 4 મંગળવારે જ પૃથ્વીમાંથી પસાર થશે. તેનું અંતર પૃથ્વી અને ચંદ્ર કરતા ઓછું હશે. જો કે, તે જોખમી પણ નથી. તે 9 વર્ષમાં એકવાર પૃથ્વીની નજીક આવે છે, 

ઉલ્લેખનીય છે કે બુધવારે 2020 પીજી 6 નામનો ઉલ્કાપિંડ પસાર થશે. ઓક્ટોબર મહિનામાં આશરે 10 એસ્ટરોઇડ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પસાર થશે. જો કે નુકસાન થવાનું જોખમ નથી. ખરેખર, આ કાર આકારના ઉલ્કાપિંડ એટલી ઓછી છે કે તે વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ વેરવિખર થઈ જશે ભ્રમણ કક્ષામાં રાખ બની જશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution