ગુજરાતના હવામાનમાં આવશે પલટો ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
09, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે જેમાં દિવસે ગરમીને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે, ત્યારે રાજ્યના વાતાવરણને લઈને હવામન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસમાં વાતાવરણમાં પલટો આવશે. રાજ્યમાં ત્રણ દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસર વર્તાશે. જેના કારણે રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. જો કે ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. આ ઉપરાંત રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડી પણ વધશે. અમદાવાદ જિલ્લામાં પણ આ સમયે વાદળછાયું વાતાવરણ રહેશે. અચાનક વાતાવરણના પલટાથી બેવડી ઋતુનો અનુભવ થયો હતો. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવાં શહેરોમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતાં લોકોનું રોડ પર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે, ત્યારે આજે રાજ્યમાં ગામડાં અને શહેરોમાં ધુમ્મસ છવાયું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution