એક્ટિવેટેડ ચારકોલ આજકાલ ખૂબ જ ચલણમાં આવી ગયું છે. ફેસવોશથી માંડીને ફેસપેક, સ્ક્રબ સહિતની ઘણી બ્યૂટી પ્રોડક્ટ્સમાં તેનો ઉપયોગ થવા લાગ્યો છે. તે ન માત્ર સુંદર બનાવવામાં મદદ કરે છે પણ તેના કેટલાક હેલ્થ બેનિફિટ્સ પણ છે અને સાથે જ તે દાંતને પણ હેલ્ધી અને સફેદ બનાવે છે. અહીં અમે એક્ટિવેટેડ ચારકોલની વાત કરી રહ્યાં છે, જે આજકાલ બ્યુટી પ્રોડક્ટ તરીકે બજારમાં મળી રહ્યું છે. મોટાં-મોટાં બ્યુટી બ્રાન્ડ તેનો ઉપયોગ કરી રહ્યાં છે. તેનો ઉપયોગ સ્કિન કેર અને હેર કેર માટે કરવામાં આવે છે.

ચારકોલના ફાયદા:

ચારકોલ કાર્બનનો સૌથી શુદ્ધ ફોર્મ છે. જે સ્કિનમાં રહેલી ગંદકી, ધૂળ વગેરે દૂર કરે છે. એક્ટિવેટેડ ચારકોલ નોર્મલ ચારકોલથી અલગ હોય છે. તમે મેડિકલ શોપ પરથી તેને ખરીદી શકો છો. પાણીને શુદ્ધ કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

એક્ટિવેટેડ ચારકોલ બોડીમાં રહેલાં હાનિકારક તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. તેના ઘણાં પ્રકાર હોય છે. મુખ્ય રીતે તેનો ઉપયોગ શરીરના હાનિકારક તત્વો દૂર કરવા અને બોડીને હેલ્ધી રાખવા માટે કરવામાં આવે છે. ઘણાં ઘરેલૂ ઉપાયો માટે પણ એક્ટિવેટેડ ચારકોલનો ઉપયોગ કરવામાં આવે છે.

ખીલ દૂર કરે છે:

સ્કિન પર એક્સ્ટ્રા ઓઈલ જમા થવાને કારણે ખીલની સમસ્યા વધે છે. એક્ટિવેટેડ ચારકોલને નારિયેળ તેલમાં મિક્સ કરીને ખીલ પર 30 મિનિટ લગાવી ચહેરો ધોઈ લેવો. આ ઉપાયથી ખીલ દૂર થઈ જશે.

અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા:

ઘણી મહિલાઓ અને છોકરીઓના અંડરઆર્મ્સ એકદમ કાળા થઈ જતાં હોય છે. તેના માટે 1 ચમચી મધમાં 3 કેપ્સ્યૂલ એક્ટિવેટેડ ચારકોલ મિક્સ કરીને અંડરઆર્મ્સ પર લગાવો. 20 મિનિટ રાખીને પાણીથી ધોઈ લો. આ ઉપાયથી કાળાશ દૂર થશે અને સ્કિન ગોરી બનશે.

દાંતને સાફ કરે છે: 

દાંતની ગંદકી એબ્સોર્બ કરવા અને દાંત પરના પીળા ડાઘ દૂર કરવા એક્ટિવેટેડ ચારકોલનો ઉપયોગ કરી શકાય છે. પાણીમાં એક્ટિવેટેડ ચારકોલ મિક્સ કરીને તેના કોગળા કરવાથી અથવા તેને ટૂથપેસ્ટમાં મિક્સ કરીને દાંત ઘસવાથી ફાયદો થાય છે. તેનાથી પાન-મસાલાના હઠીલા ડાઘ પણ દૂર થઈ જાય છે.

બ્લોટિંગ દૂર કરે છે

પાણીમાં ચપટી એક્ટિવેટેડ ચારકોલ મિક્સ કરીને પીવાથી બ્લોટિંગ એટલે કે ગેસની સમસ્યા દૂર થાય છે. સાથે જ પેટમાં રહેલી ગંદકી સાફ કરવામાં પણ તે મદદ કરે છે. તેનાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમનું ફંક્શન સુધરે છે. જ્યારે પણ બ્લોટિંગનો પ્રોબ્લેમ થાય ત્યારે આ ઉપાય કરી શકાય છે. પણ એક્ટિવેટેડ ચારકોલ લેતા પહેલાં એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

ડેન્ડ્રફ અને ઓઈલી હેઅર માટે 

તમારા શેમ્પૂમાં થોડો એક્ટિવેટેડ ચારકોલ મિક્સ કરીને વાળ ધોવાથી ડેન્ડ્રફ, રેડનેસ, ઓઈલી અને ઈચી સ્કેલ્પની સમસ્યા દૂર થાય છે. તમે એક્ટિવેટેડ ચારકોલ સોપનો ઉપયોગ પણ સ્કિન અને વાળ માટે કરી શકો છો.