પાણી અને વીજળીની સુવિધા વગર ધ્રાંગધ્રાના મકાનો ખંડેર બની ગયા
14, નવેમ્બર 2021

ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા વષોઁ પહેલા નિમાઁણ કરવામા આવેલા આવાસના મકાનો આશરે દશકાથી ધુળ ખાતા નજરે પડે છે આ મકાનો આથીઁક રીતે પછાત વષઁના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે બનાવાયા હતા જે સમયે આપવાનુ લોકાપઁણ ગુજરાતના પુવઁ મંત્રી આનંદભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ. જ્યારે લોકાપઁણ બાદ આ મકાનો વષોઁ સુધી ખંડેર પડ્યા રહ્યા અને બાદમા અનેક રજુવાત પછી મકાનો વિધાથીઁઓને બાળવામાં આવ્યા હતા પરંતુ વિધાથીઁઓને પાણી અથવા લાઇટની સુવિધા નહિ મળતા હાલના સમયમા પણ દરેક ફાળવેલ મકાન પર તાળા જાેવા મળે છે આ તરફ નગરપાલિકા દ્વારા તાત્કાલિક મકાનો જે તે લાબાથીઁઓને ફાળવી રાજ્ય સરકાર પાસેથી ૧૯ કરોડની ગ્રાન્ટ પણ મેળવી હતી. જે મુદ્દે ધ્રાંગધ્રા નગરપાલિકાના એકમાત્ર કોંગી સુધરાઇ સભ્ય તથા વિરોધપક્ષના નેતા ઇમ્તીયાઝભાઇ સૈયદ દ્વારા જણાવ્યુ હતુ કે આવાસના મકાનોમા પાણી અને લાઇટની સુવિધા તો હતી જ નહિ છતા પણ નગરપાલિકાના શાસક પક્ષ દ્વારા સરકારની ગ્રાન્ટ લેવા માટે તાત્કાલિક મકાનો લાભાથીઁઓને ફાળવી દીધા હતા અને હવે જ્યારે ગ્રાન્ટ આવી ચુકી છે ત્યારે કુલ ૩૪૮ બનાવેલા આવાસમાં ૨૧૮ આવાસ ફાળવી દીધા છે તથા ૧૮૦ જેટલા આવાસો ફાળવવાના બાકી છે સાથે જ લાભાથીઁઓને સોંપણી કરેલ ૨૧૮ આવાસોમાં પાણીની પાઇપલાઇનનું કામ પુણઁ કરેલ છે. લાઇટનુ કામ શરુ હોવાનુ નગરપાલિકાના અધિકારી દ્વારા જણાવ્યુ હતુ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution