ડીંડોલીમાં ચાલુ બાઈકે નીચે પટકાતાં મહિલાનું મોત
12, જુલાઈ 2025 2079   |  

સુરત, સુરત શહેરમાં ડીંડોલીમાં નવા ગામમાં આવેલા સરસ્વતી નગર નજીક ચાલુ બાઇકમાંથી ઉતરતી વેળાએ રોડ પર નીચે પટકાયેલી મહિલાનું ગંભીર ઈજાને પગલે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું આજે સવારે મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશ જાેનપુરના વતની અને હાલ ડીંડોલી નવા ગામમાં આવેલી સરસ્વતી નગરમાં ૪૦ વર્ષીય રેખાબેન કિશનભાઇ ગૌતમ પરિવાર સાથે રહેતા હતા. રેખાબેન ભાઠેના ખાતે સાડીના રોલ પોલીસમાં નોકરી કરતા. ગત ૫ જુલાઈના રોજ સાંજે રેખાબેન નોકરી પરથી પરત ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં રેખાબેન તેઓના સંબંધની બાઈક પર બેસીને ઘરે પરત આવતા જતા હતા. ત્યારે રેખાબેન તેઓનું ઘર નજીક આવતા જ તે ચાલુ બાઈકમાંથી નીચે ઉતરવા જતા જ રોડ પર નીચે પટકાયા હતા. જેથી તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે વહેલી સવારે રેખાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે વધુ તપાસ ડીંડોલી પોલીસ કરી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution