અમદાવાદ-

મણિનગરમાં રહેતી મહિલાના પતિનું કોરોનાથી મૃત્યું થયા બાદ સાસરીયાઓ અવાર નવાર ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતુ. અવાર નવાર દહેજની માંગણી કરીને ત્રાસ આપતા હતા એટલુ જ નહીં પતિનું મોત થયું હોવાની કારણ તું જ છે તેમ કહી મેણા મારતા હતા. જેથી તંગ આવેલી મહિલા તેની પુત્રી સાથે પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. બાદમાં તેણે ખોખરા પોલીસ સ્ટેશનમાં સાસરીયાઓના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

મણિનગરમાં રહેતી 41 વર્ષીય મહિલાના લગ્ન 2001માં થયા હતા. લગ્નજીવનમાં મહિલાએ એક દિકરીને જન્મ આપ્યો હતો. મહિલાનો પતિ મહેસાણા દૂધસાગર ડેરીમાં નોકરી કરતો હતો. જો કે મે મહિનામાં પતિને કોરોના થયા હોવાથી સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન પતિનું મોત થયું હતું. બીજી બાજુ સાસુ, સસરા, દેરાણી, નંણદ અને કાકી મહિલાને ત્રાસ આપવા લાગ્યા હતા. જેથી તંગ આવેલી મહિલા તેની પુત્રીને લઈને પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. પતિના મોત બાદ મહિલાએ દુધ સાગર ડેરીમાં નોકરી માટે અરજી કરી હતી જો કે સાસરિયાઓને આ અંગેની જાણ થતા મહિલાને નોકરી ન મળે તે માટે સામે બીજી અરજી કરી હતી. એટલું જ નહીં મહિલાને અવાર નવાર મેણા ટોણા મારી ને ત્રાસ પણ આપવા લાગ્યા હતા. જેથી તંગ આવેલી મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં સાસરીયાઓના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.