મહિલાઓ  નેશનલ ડીફેન્સ એકેડેમીની પરીક્ષા આપી શકશે: સુપ્રીમ કોર્ટ
18, ઓગ્સ્ટ 2021

 દિલ્હી-

સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બરે યોજાનારી નેશનલ ડીફેન્સ એકેડેમી (NDA) ની પરીક્ષામાં મહિલાઓને હાજર રહેવાની મંજૂરી આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રવેશ કોર્ટના અંતિમ આદેશને આધીન રહેશે.આ સાથે જ સેના પર એમ કહીને કે આ એક નીતિગત નિર્ણય છે, કોર્ટે મહિલાઓને એનડીએની પરીક્ષામાં ના આવવા દેવા બદલ ઠપકો પણ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે આ નીતિનો નિર્ણય 'લિંગ ભેદભાવ' પર આધારિત છે. આપને જણાવી દઈએ કે અગાઉ સુપ્રીમ કોર્ટે NDA ની પરીક્ષામાં મહિલાઓને સામેલ ન કરવા બદલ સરકારને નોટિસ ફટકારી હતી. અરજીમાં લિંગના આધારે એનડીએમાં સમાવેશ ન કરવાની બાબતને સમાનતાના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન તરીકે ઉઠાવવામાં આવી હતી. અરજીમાં માગ કરવામાં આવી હતી કે મહિલા ઉમેદવારોને નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમીની પરીક્ષામાં પણ સામેલ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બરે યોજાનારી નેશનલ ડીફેન્સ એકેડેમી (NDA) ની પરીક્ષા

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution