નાંદોદના સીસોદરા ગામે રેતીની લીઝના વિરોધમાં મહિલાઓનું ઉપવાસ આંદોલન
04, નવેમ્બર 2020

રાજપીપળા

નર્મદા જિલ્લાના સિસોદરા ગામે લિઝના વિરોધમાં ગામની મહિલાઓ રણચંડી બની તંત્રના ર્નિણયનો ઉગ્ર વિરોધ કરી રહી છે. છેલ્લા ૨-૩ વર્ષોથી સિસોદરા ગામમા લિઝ ચાલુ કરવા મુદ્દે લીઝ સંચાલક અને ગામ લોકો વચ્ચે ચકમક જર્યા કરે છે. હાલમાં લિઝનું કામકાજ ફરી ચાલુ થતા મામલો પાછો ગરમાયો છે, ગામની મહિલાઓએ ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યુ છે.

નાંદોદ તાલુકાના સિસોદરા ગામના નદી કિનારા વિસ્તારમાં હાલ લિઝ સંચાલક દ્વારા રેતી કાઢવાની કામગીરીના વિરોધમાં ગામની મહિલાઓએ ગામમા જ ઉપવાસ આંદોલન ચાલુ કર્યા છે.મહિલાઓએ આક્ષેપ લગાવ્યો છે કે આ લિઝ ચાલુ થવાથી અમારા ગામને મોટું નુક્શાન થશે, અમારું ગામ નીચાણ વાળા વિસ્તારમાં આવેલું છે તો લિઝ ચાલુ થવાથી અમારા ગામમા ભવિષ્યમાં પાણી ભરાશે તો એનો જવાબદાર કોણ.ફક્ત એક માણસના ફાયદા માટે ગામ લોકોને હેરાન થવું પડે છે.અમે નર્મદા જિલ્લાની દરેક કચેરીઓમાં આ મામલે રજૂઆતો કરી તે છતાં અમારું કોઈ સાંભળતું નથી અમારા વિસ્તારના ચૂંટાયેલા નેતાઓ પણ અમારી વાત સાંભળતા નથી.જ્યાં સુધી આ લિઝ બંધ નહિ ત્યાં સુધી અમે અમારું ઉપવાસ આંદોલન ચાલુ રાખીશું, ચૂંટણીનો બહિષ્કાર કરીશું.

સિસોદરા ગ્રામ પંચાયતના સરપંચ બુધા દરવા વસાવાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં મંદિરની બાજુમાં લિઝ ધારકે આદીવાસી સમાજનો રૂમ, નજીકમાં આદિવાસીઓનું પાક્કું સ્મશાન બનાવી આપવા બાંહેધરી આપી છે.આ લિઝ ચાલુ થવાથી ગામના ૧૦૦ થી વધુ આદીવાસીઓને રોજના ૩૦૦ રૂપિયા મજૂરીના મળે છે.હાઈકોર્ટના લિઝ ચાલુ કરવાના હુકમ સાથે ઁસ્, ઝ્રસ્, સાંસદ, નર્મદા કલેકટર અને ડ્ઢજીઁ ને અમે લેખિત રજુઆત કરી છે કે લિઝથી ૧ કિમિ દૂર અમારું ગામ છે, કોઈને નુકશાન નહિ થાય, લિઝ માટે બાય પાસ રસ્તો પણ છે, કોઈની માલિકીની જગ્યા માંથી ટ્રકો જશે નહિ.સાથે સાથે લિઝ ધારકે દર વર્ષે આદિવાસી સમાજનું સમૂહ લગ્નનું આયોજન કરવાનું પણ કહ્યું છે.અમારા સમાજના નામે અમુક લોકો ખોટી ખોટી અરજીઓ કરે છે, પણ આદીવાસી સમાજને કોઈ નુકશાન નથી થવાનું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution