19, ઓગ્સ્ટ 2021
વડોદરા-
લોકોનાં મનમાં માનવતા જાગૃત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. હાલના સમયમાં લોકો જેટલા વિકાસ તરફ આગળ વધી રહ્યા છે, તેટલા જ લોકો માનવતાથી દૂર ભાગી રહ્યા છે. સમય સાથે લોકોની લોકો પ્રત્યે માનવતાની લાગણી ઓછી થઈ રહી છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે અજાણ્યાની તો શુ લોકો પોતાના સગાની પણ મદદ કરતા પહેલા વિચારે છે. એવામાં લોકોના મનમાં માનવતાની ભાવના ઉત્પન્ન કરવા માટે વિશ્વભરમાં 19 ઓગસ્ટે વિશ્વ માનવતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને 2008માં સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ માનવતા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો હતો.
ઈતિહાસ
જ્યારે 19 ઓગસ્ટ 2003માં બગદાદમાં સંયુક્ત રાષ્ટ્રના હેડક્વોર્ટમાં આંતકી હુમલામાં 22 લોકોના મૃત્યું થયા હતા ત્યારે તેમાં સમાજ સેવક સર્જિયો વિએરા ડી મેલો પણ સામેલ હતા, જે માનવતા માટે કાર્ય કરતા હતા. વિશ્વ માનવતા દિવસ તે તેવા તમામ લોકોને શ્રદ્ધાજંલી છે જેઓએ તેમના જીવન માનવાત માટે સમર્પિંત કર્યા છે.
વિશ્વ માનવતા દિવસનું મહત્વ
વિશ્વ માનવતાવાદી દિવસનો ઉદ્દેશ કટોકટીઓથી પ્રભાવિત લોકોના અસ્તિત્વ, સુખાકારી, ગૌરવ અને સહાય કર્મચારીઓની સલામતી અને સલામતી માટે હિમાયત કરવાનો છે.
વિશ્વ માનવતા દિવસ 2021ની થીમ
સંયુક્ત રાષ્ટ્ર દર વર્ષે વિશ્વ માનવતા દિવસ પર એક થીમ નક્કી કરતા હોય છે આ વર્ષે વિશ્વ માનવતા દિવસની થીમ #TheHumanRace છે. આ થીમ ગંભીર જળવાયુ સંકટ પર કેન્દ્ધીત છે, જાણે દુનિયાભરના કેટલાય દેશોને પ્રભાવિત કર્યા છે.
વિશ્વ માનવતા દિવસ પર વિવિધ ક્વોટ્સ
"જો તમે સો લોકોને ખવડાવી શકતા નથી, તો માત્ર એકને ખવડાવો." - મધર ટેરેસા
"જીવનનો સૌથી મહત્વનો અને તાત્કાલિક પ્રશ્ન એ છે કે, 'તમે અન્ય લોકો માટે શું કરી રહ્યા છો?' ' - માર્ટિન લ્યુથર કિંગ જુનિયર
"તમારે એવું કરવું જોઈએ જે તમને લાગે છે કે તમે કરી શકતા નથી." - એલેનોર રૂઝવેલ્ટ