લોકસત્તા ડેસ્ક-

વિશ્વ સાક્ષરતા દિવસ દર વર્ષે 8 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. પહેલો આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 1966માં મનાવવામાં આવ્યો હતો. કોરોના સંકટ વચ્ચે વિશ્વ સાક્ષરતા દિવસ 2021 બુધવાર 8 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. આ વર્ષ સાક્ષરતા દિવસની થીમ "માનવતા કેન્દ્રીત પુનપ્રાપ્તિ માટે સાક્ષરતા ડિજીટલ વિભાજનને ઓછુ કરવાનું છે. સમાજમાં શિક્ષાનો પ્રચાર-પ્રસાર કરવાના ઉદ્દેશથી વિશ્વ સાક્ષરતા દિવસ ભારતમાં ઉજવવામાં આવે છે. રાષ્ટ્ર અને માનવ વિકાસ માટે સમાજના દરેક વર્ગને તેમના અધિકાર વિશે જાણવુ ખૂબ જ જરૂરી છે અને આ દિવસે આ વિશે જ જ્ઞાન આપવામાં આવે છે. 

સાક્ષરતા શબ્દ સાક્ષર પરથી આવ્યો છે, જેનો અર્થ છે કે જે વાંચવા અને લખવામાં સક્ષમ હોય. વિશ્વના બધા દેશોમાં સમાજના દરેક વર્ગમાં શિક્ષણનો પ્રચાર કરવાના ઉદ્દેશની સાથે આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. લોકોને શિક્ષા આપવા માટે જ આ દિવસ મનાવવામાં આવે છે. જેમાં વિશ્વના તમામ દેશ વયસ્ક શિક્ષા અને સાક્ષરતા દરને વધારવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે