લંડન-

બ્રિટનમાં એક વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટ સાથે જાેડાયેલો એક એવો કેસ સામે આવ્યો છે જેને લઈને ડોક્ટર્સ પણ હૈરાન છે. અસલમાં થયું એમ હતુ કે, આ વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં ત્રણ સેન્ટીમીટર ફ્રેક્ચર થઈ ગયું. અત્યાર સુધી સામે આવેલા કેસમાં ફ્રેક્ચર હોરિજાેન્ટલ રીતે થતા હતા પરંતુ આ પ્રથમ કેસ છે જ્યારે પ્રાઈવેટ પાર્ટ વર્ટિકલ રીતે ફ્રેક્ચર થયો છે. ઉલ્લેખનિય છે કે, પુરૂષોના પ્રાઈવેટ પાર્ટમાં કઈ હાડકું હોતું નથી પરંતુ આમાં ક્રેક આવવાની સંભાવના રહે છે. આ વ્યક્તિનો કેસ બ્રિટિશ મેડિકલ જર્નલમાં છપાયો છે. ડોક્ટર્સે કહ્યું કે, આનાથી પહેલા જેટલા પણ કેસ સામે આવ્યા છે, તેમના પ્રાઈવેટ પાર્ટના ફ્રેક્ચર હંમેશા હોરિજાેન્ટલ જ રહ્યાં છે.

પરંતુ આ વખતે સમસ્યા જાેવા મળી છે. આ ઈરેક્ટાઈલ ટિશ્યુની આસપાસ એક એવી પ્રોટેક્ટિવ લેર હોય છે જે આ હિસ્સામાં બ્લડ પહોંચાડવાનું કામ કરે છે. ડોક્ટર્સે તે બતાવ્યું નથી કે, આ વ્યક્તિ સેક્સ દરમિયાન કઈ પોઝિશનમાં હતો. આ કેસમાં યૂરોલોજિસ્ટ્‌સનું કહેવું છે કે, પ્રાઈવેટ પાર્ટનું ફ્રેક્ચરના ૮૮ કેસ સેક્સ દરમિયાન થાય છે. પ્રાઈવેટ પાર્ટમાં ફ્રેક્ચર હોવોના અન્ય પણ કેટલાક કારણ છે જેમાં સૌથી વધારે માસ્ટરબેશન અને ઉંઘતી વખતે એક ખાસ પોઝિશનને પણ જવાબદાર માનવામાં આવી છે.

ડોક્ટર્સનું કહેવું છે કે, સામાન્ય રીતે હોરિજાેન્ટલ ફ્રેક્ચરના કેસમાં ક્રેક થવાનો આવાજ થાય છે પરંતુ આ દર્દીઓના કેસમાં એવું નથી અને ફ્રેક્ચર દરમિયાન ક્રેક થવાનો કોઈ જ અવાજ આવ્યો નહતો. ડોક્ટર્સે કહ્યું કે, પ્રાઈવેટ પાર્ટના ફ્રેક્ચર થવાના કેસ સૌથી વધારે તે પુરૂષોમાં આવે છે જે ઉંમરના ચોથા દશકામાં હોય છે. જાેકે, આ ઈન્જરી પછી ૪૦ વર્ષના આ વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં સૂઝન આવી ગઈ હતી. આ ઈજાના ૬ મહિના સુધી સારવાર લીધા બાદ તે વ્યક્તિ સેક્શુઅલ રીતે સામાન્ય થઈ શક્યો છે.