દિલ્હી-


ફકત જુલાઇ અને ઓગસ્ટમાં જ ૮૧ લાખ લોકો બેરોજગાર થયા,ઔદ્યોગિક કર્મચારીઓ અને તગડા પગારદારોનો પણ સમાવેશ, નોકરિયાતોને સૌથી વધુ નુકસાન થયું


સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમીના એક અહેવાલ મુજબ આ વર્ષના એપ્રિલથી ઑગષ્ટ વચ્ચે બે કરોડ દસ લાખ નોકરિયાતો બેકાર થઇ ગયા હતા. એકલા ઑગષ્ટમાં ૩૩ લાખ નોકરિયાતોએ નોકરી ગુમાવી હતી. જુલાઇમાં આ આંકડો ૪૮ લાખનો હતો. 

સેન્ટરે પોતાના અહેવાલમાં કહ્યું હતું કે આ સંજાેગો વેતન મેળવતા કર્મચારીઓ અને તેમના સહાયકો પૂરતા મર્યાદિત રહ્યા નહોતા, ઔદ્યોગિક કર્મચારીઓ અને મોટા પગારદાર લોકોનેા પણ એમાં સમાવેશ થયો હતો.૨૦૧૯-૨૦ના વર્ષની તુલનાએ આ વર્ષના ઑગષ્ટમાં દેશભરમાં નોકરીઓ ૮.૬ કરોડથી ઘટીને ૬.૫ કરોડ થઇ ગઇ હતી. એટલે કે બે કરોડથી વધુ નોકરિયાતો બેકાર થઇ ગયા હતા. તમામ પ્રકારના વ્યવસાયોમાં ૨.૧ કરોડ નોકરીઓની ઓછપ સૌથી મોટો આંકડો હતો. જુલાઇમાં ૪૮ લાખ નોકરીઓ ગયા પછી ઑગષ્ટમાં ફરી બીજી ૩૩ લાખ નોકરીઓ ગઇ હતી.

બીજા શબ્દોમાં એમ કહી શકાય કે જુલાઇમાં ૯.૩૭ ટકા બેકારી હતી એ વધીને ઑગષ્ટમાં ૯.૮૩ ટકા થઇ ગઇ હતી. ગ્રામ વિસ્તારોમાં જુલાઇમાં ૬.૫૧ ટકા બેકારી હતી એ ઑગષ્ટમાં વદીને ૭,૫૬ ટકા થઇ ગઇ ઙતી. કોઇ પણ દેશના અર્થતંત્ર માટે આ આંકડા બહુ ભયજનક ગણાય. આર્થિક વિકાસના બહુ મોટા મોટા આંકડા ભલે રજૂ થતાં હોય, એની સાથે વેતનલક્ષી નોકરીઓ વધતી નથી એ હકીકતનો સ્વીકાર કરવો રહ્યો. દેશના કુલ રોજગારમાં વેતનલક્ષી નોકરીઓનો હિસ્સો ૨૧થી ૨૨ ટકાનો રહ્યો હતો. લૉકડાઉન દરમિયાન નોકરી ગુમાવનારા માટે ખેતીવાડીનો એક વિકલ્પ હતો એટલે ૨૦૧૯-૨૦ દરમિયાન ૧૧.૧ કરોડ કર્મચારીઓની તુલનાએ આ વર્ષના ઑગષ્ટમાં ખેતીવાડીની રોજીમાં ૧.૪ કરોડ લોકોનો વધારો નોંધાયો હતો.

સેન્ટરના રિપોર્ટમાં વધુમાં જણાવાયા મુજબ રોજમદાર લોકો પર પણ આ પરિસ્થિતિની અસર નોંધાઇ હતી.એપ્રિલમાં ૧૨.૧ કરોડ લોકો રોજમદાર હતા. એમાંના ૯.૧ કરોડ લોકોએ રોજી રોટી ગુમાવી હતી. જાે કે ઑગષ્ટ સુધીમાં પરિસ્થિતિ થોડી સુધરી હતી. આમ છતાં ૨૦૧૯-૨૦માં ૧૨.૮ રોજમદાર હતા એની તુલનામાં આ વરસે ૧.૧ કરોડ રોજમદારો ઓછા હતા.