મુંબઇ 

બોલિવૂડ એક્ટર આર. માધવન હંમેશા પર્યાવરણના મુદ્દા પર પોતાની વાત રજૂ કરતો આવ્યો છે. હાલમાં જ તેણે એક બંજર જમીનને પોતાના પિતરાઈ ભાઈ સાથે મળીને નારિયેળના લીલાછમ ખેતરમાં બદલી નાખી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાંચ વર્ષ પહેલા માધવને પોતાના પિતરાઈ ભાઈ સુબાયોગન સાથે તમિલનાડુના પલાની પાસે એક ગામમાં બિનઉપજાઉ જમીન ખરીદી હતી. બંનેએ જમીન ફરી સજીવન કરવા માટે ઘણા પ્રયાસો કર્યા. તેમના આ પ્રયાસો સફળ પણ થયા, કારણ કે હવે આ જમીનમાં ઘણા બધા નારિયેળીના વૃક્ષો ઊભા છે.

મુંબઈ મિરર સાથે વાત કરતા માધવને કહ્યું કે, જમીનનો નવો અવતાર અને પહેલા તેની શું હાલત તે જોવાનું અદભૂત હતું. અહીં ઘાસના પ્રકારને પસંદ કરવા, તળાવમાં માછલી નાખવી જેવી ઘણી બાબતો શીખવાનું ઘણું સારું હતું.


બંજર જમીન પર પોતાની મહેનતથી ખેતી કરવાનો અનુભવ શેર કરતા માધવન ગૌરવ અનુભવી રહ્યો છે. તે ઈચ્છે છે કે તેની આ ટેકનિક અન્ય ખેડૂતો સુધી પણ પહોંચાડવામાં આવે. જેથી ખેડૂતો બંજર જમીનની ખેતી અનુરૂપ બનાવીને તેમાંથી સારી એવો પાક તૈયાર કરી શકે. 

માધવને દુનિયાભરમાં આ મોડલનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. તેણે ANIને જણાવ્યું કે, આ આપણા જીવનના સૌથી સંતોષજનક અને પુરષ્કૃત અનુભવોમાંથી એક રહ્યા છે. જમીન સજીવન કરવી અને તેની ઉપજના રૂપમાં જોવાનું અદભૂત હતું. પહેલા યોગ્ય લીલા ઘાસ સાથે જમીન તૈયાર કરવી. સારી રીતે શીખવાની દરેક ક્ષણ અનમોલ છે અમે ભારત અને દુનિયાભરના અન્ય સ્થાનો પર આમ જ કરીશું.