દાહોદમાં બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિને પ્રતિમાને પુષ્પાંજલી
07, ડિસેમ્બર 2020

દેવગઢ બારિયા, ભારતના બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે આજે દાહોદ શહેરના તાલુકા પંચાયત નજીક આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ સંગઠનો તેમજ રાજકીય પક્ષના કાર્યકરોએ માળા અર્પણ કરી બંધારણને સાચવવાના સંકલ્પ લીધા હતા. આજરોજ છઠ્ઠી ડીસેમ્બરના રોજ બાબાસાહેબ આંબેડકરનો નિર્વાણ દિન હોઈ આ પ્રસંગે શહેરના તાલુકા પંચાયત નજીક આવેલ ચોકડી પર સ્થાપિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય પક્ષોના કાર્યકરોએ માળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજના સામાજિક કાર્યકર કેતનભાઇ બામણીયા જણાવ્યું હતું કે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા કિસાનો માટેના જે બિલ પાસ કરવામાં આવ્યા છે. તે ખેડૂતોને લાંબા ગાળે નુકસાન કરી શકે છે. કિસાન સંગઠનોનું અમે સમર્થન કરીએ છીએ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution