યાત્રાધામ અંબાજી હવે ગુજરાતનું નવુ પ્રવાસન સ્થળ બનીને ઉભરશે
25, નવેમ્બર 2023

ગાંધીનગર ગુજરાત હવે ટુરિઝમ હબ બની રહ્યું છે. અહી આવનાર મુલાકાતીને રાજ્યનો એક એક ખૂણો જાેઈ શકે તે માટે સરકાર વિવિધ આયોજનો કરી રહી છે. ગુજરાતના એક પછી એક સ્થળો ટુરિઝમ હોટસ્પોટ બની રહ્યાં છે. હવે વારો અંબાજીનો છે. અંબાજી હવે ગુજરાતનું નવુ પ્રવાસન સ્થળ બનીને ઉભરશે. ગુજરાત સરકારે એક આલાગ્રાન્ડ યોજના બનાવી રહી છે. અંબાજીમાં અંબે માતા વિશે લોકોની આસ્થા અને ભક્તિને ધ્યાનમાં રાખીને વિકાસનો રોડમેપ તૈયાર કરાઈ રહ્યો છે. ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, કાયમી રોશની સાથે વિવિધ આયોજનોનું પ્લાનિંગ કરાયું છે. દર વર્ષે કરોડોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી મંદિરમાં દર્શને આવે છે. જેથી અંબાજીને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ જેવું નવુ ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવાશે. આ માટે ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, સંસ્કૃત પાઠશાલા, મંદિર પર કાયમી રોશની, નવુ બસ સ્ટેન્ડ, માંગલ્ય વન, નેચરલ એજ્યુકેશન સેન્ટર સહિતના આકર્ષણો ઉમેરવામાં આવશે. ૩૫ કરોડના ખર્ચે બની રહેલા ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટરની બાજુમાં વિશાળ ભોજનાલય પણ બનશે. જેમાં હજારો લોકો એકસાથે જમી શકશે. અત્યાર સુધી મંદિરનું શિખર સુવર્ણજડિત હતું. પરંતું હવે આગામી સમયમાં મંદિરના શિખર નીચેની પેટી, સભામંડપ ઉપરના મુખ્ય ઘુમ્મટ તથા નાના ઘુમ્મટવાળી ત્રણ ચોકીઓ, નૃત્યમંડપને પણ સુવર્ણજડિત કરાશે. એટલુ જ નહિ, આ આયોજનમાં અંબાજીના આજુબાજુ આવેલા મંદિરોને પણ આવરી લેવાશે. જેમાં કોટેશ્વર મહાદેવ, કામાક્ષી મંદિર, કુંભારીયા જૈન તીર્થ સહિત અન્ય ધાર્મિક સ્થળોને પણ આવરી લેવાશે. આ ઉપરાંત અંબાજીમાં વિવિધ પ્રતિમાઓ પણ લગાવવામાં આવશે.જાે અંબાજીમાં ધાર્મિક ટુરિઝમ વધશે, તો સ્થાનિક સુવિધાઓ પણ વધારાશે. જેમ કે, રોડ-રસ્તા, પાણી, વીજળી, ફૂડ વગેરેને ધ્યાનમાં રાખવામાં આવશે. આ વિકાસથી સ્થાનિક લોકોને વધુ રોજગારી મળશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution