દિલ્હી-

કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકારને લઈને રાજકીય ગરમાવો ફરી એકવાર તીવ્ર બન્યો છે. એવી અટકળો ચાલી રહી છે કે બીએસ યેદિયુરપ્પાની સરકાર જઇ શકે છે. આ અટકળો વચ્ચે વિપક્ષી પાર્ટીઓએ મુખ્ય પ્રધાન યેદીયુરપ્પા અને તેમની સરકાર ઉપર પ્રહારો કર્યા છે. વિપક્ષી નેતાઓએ યેદિયુરપ્પાથી રાજીનામાની માંગ કરી છે.

કોંગ્રેસ નેતા ડી.કે.શિવકુમારે યેદિયુરપ્પા અને તેના પરિવાર પર ગંભીર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. એક ટ્વીટમાં ડી.કે.શિવકુમારે લખ્યું છે કે, સીએમ યેદિયુરપ્પા અને તેના પરિવાર પર બીડીએ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ કૌભાંડમાં 666 કરોડ લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અમે કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અથવા હાલના ન્યાયાધીશની અધ્યક્ષતામાં આ કેસની તપાસની માંગણી કરીએ છીએ. યેદિયુરપ્પાએ રાજીનામું આપવું જોઇએ કે બીજેપીએ તેમને હટાવવા જોઈએ.