લોકસત્તા ડેસ્ક 

તમને જો તેવો ભ્રમ હોય કે ખાલી મહિલાઓ જ બ્યૂટી પ્રોડક્ટ પાછળ મોટા ખર્ચા કરે છે તો આ સમાચાર સાંભળવીને તમારો દ્રષ્ટ્રિકોણ ચોક્કસથી બદલાઇ જશે. જરૂરથી મહિલાઓને પોતાની સુંદરતાને નિખારવા માટે વિવિધ પ્રોડક્ટસનો ઉપયોગ કરવો ગમે પણ હવે આ રેસમાં પુરુષો પણ પાછળ નથી. વળી તે કેવું બિલકુલ ખોટું નહીં રહે કે આ મામલે તે મહિલાઓના સમકક્ષ બની ગયા છે. પુરુષો પણ હેન્ડસમ દેખાવા માટે હવે કટિબદ્ધ થયા છે. અને આ વાત એક રિસર્ચમાં બહાર આવી છે.

ભારતમાં પુરુષો પણ મન મૂકીને બ્યૂટી ઉત્પાદ ખરીદી રહ્યા છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય પુરુષ દર મહિને મહિલાઓની જેમ સરેરાશ 9 બ્યૂટી પ્રોડક્ટસ ખરીદે છે. આ અધ્યન સર્ચ કંપની ગૂગલ અને કંસલ્ટિંગ કંપની કંતાર એન્ડ ક્રિએટિવ ટ્રાંસફોર્મેશન કંપની ડબ્લ્યૂપીપીએ મળીને કર્યો છે.

ભારતમાં બ્યૂટી અને પર્સનલ કેર ઇન્ડસ્ટ્રી પર કનેક્ટેડ બ્યૂટી કંજ્યૂમર રિપોર્ટ મુજબ 50 ટકાથી વધુ ગ્રાહકો બ્યૂટી પ્રોડક્ટ ખરીદવા માટે સોશિયલ મીડિયા અને ઓનલાઇન વીડિયોનું અનુસરણ કરે છે. ત્યાં જ 40 ટકા ગ્રાહકો બ્યૂટી ઉત્પાદનો માટે ઓનલાઇન સર્ચ કરે છે. અધ્યન મુજબ 56 ટકા યૂટ્યૂબ અને 30 ટકા ગ્રાહકો બ્યૂટી ઉત્પાદનો માટે મિશ્રત રૂપથી યૂટ્યૂબ, ગૂગલ સર્ચ અને ઇ કોર્મસ વેબસાઇટ પર સર્ચ કરે છે.

તમને જણાવી દઇએ કે એક રિપોર્ટ મુજબ 18 થી 45 વર્ષની આયુના 1,740 ઉપભોક્તા તેમના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે બ્યૂટી ઉત્પાદકો માટે તે નવી નવી ટેકનોલોજીની ખુલીને અપનાવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પુરુષો પણ નવી નવી બ્યૂટી બ્રાંડ અને નવી ટેકનોલોજીને અપનાવે છે. યુરોમોનીટર પોજેક્શન 2020 મુજબ ભારતમાં 730 અરબ રૂપિયાનું સૌર્દર્ય અને પર્સનવ કેર બજાર છે જે આવનારા ચાર વર્ષોમાં 1.11 ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી જશે.Play Video