લુણાવાડામાં કોર્ટ પાસે શૌચાલયમાં દુર્ગંધથી રહીશો પરેશાન
10, માર્ચ 2021

લુણાવાડા, લુણાવાડામાં બુરહાની કોમ્પલેક્ષ અને બીજી બાજુ સરકારી ડો.પોલનસ્કુલ,આને નજીકમાં ન્યાય મંદિર એટલે કે કોર્ટો આવેલી છે નાગરિકો ની ભારે અવરજવર થી ધમધમતા આ રોડ ઉપર આ શૌચાલય ની સ્વછતા બાબતે સ્થાનિકો દ્વારા લેખીત અને મૌખીક ની રજુઆતો વારંવાર કરવાં છતાં જાડી ચામડીના સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.એક તરફ કોરોના મહામારી ના વ્યાપ ને કંટ્રોલ કરવા સરકારી તંત્ર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સ્વછતા અભિયાન ના સુત્રો થકી પ્રજામાં જાગૃતિ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.ત્યારે આ શૌચાલય ની મુલાકાત કરવા માટે કે નિયમિત સાફસફાઈ કરવા માટે નગરપાલિકા ને જાણે કંઈ જ દરકાર ન હોય તેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. રાહદારીઓ આ દુર્દશા થી નાક મોઢું ઢાંકીને નિકળતા જાેવા મળી રહ્યછે,,અને આ થી મોટુ તેની બાજુ માં જ એક સરકારી સ્કૂલ પણ આવેલ હોય અને સ્કૂલ ચાલુ થતાં બાળકો ને કોઈ મોટી બીમારી ફેલાઈ તેવું પણ લાગી રહ્યું છે તો શું નગરપાલિકા કોઈ ભયંકર બિમારી ફેલાય તેની રાહ જાેઈ બેઠું છે કે પછી સ્વછતા અભિયાન માં સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ નો વહીવટ કરવામાં જ રસ છે આ શૌચાલય અને ગામના બીજા શૌચાલયો ની નિયમિત સાફસફાઈ કરવામાં નહીં આવે તો નગરપાલિકા આગળ દેખાવો કરવામાં આવશે તેવી ચિમકી દુકાનદારો દ્વારા કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution