12, ફેબ્રુઆરી 2022
વડોદરા, તા.૧૧
વશહેરના આજવા રોડ પર આવેલ મેમણ કોલોનીમાં રહેતો ઈકબાલ યુસુફભાઈ મેમણ (ઉં.વ.૪પ) પત્ની, બે સંતાનો સાથે રહેતો હતો. તે ખાનગી દુકાનમાં નોકરી કરતો હતો. સ્વાસ્થ્ય માટે ઈકબાલ મેમણ રોજ બાઈક લઈને મેમણ કોલોનીથી વહેલી સવારે કમાટીબાગમાં મોર્ન્િંાગ વોક માટે આવતો હતો. આજે તે વહેલી સવારે કમાટીબાગમાં મોર્ન્િંાગ વોક માટે આવ્યો હતો અને વોકિંગ બાદ ઘરે પરત ફરતી વેળા ૯ વાગ્યાની આસપાસ રાવપુરા કોઠી ચાર રસ્તા પરથી પસાર થતો હતો તે સમયે સમા-સાવલી રોડ પર રહેતા નિશાંતભાઈ જશુભાઈ પટેલ કાર લઈને પૂરઝડપે જઈ રહ્યા હતા ત્યારે બાઈકસવાર ઈકબાલને અડફેટમાં લીધો હતો, જેથી ઈકબાલ નીચે રોડ પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ટંૂકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ રાવપુરા પોલીસ મથકને કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બીજી તરફ મૃતકના સગાસંબંધીઓ અને પરિવારજનોને આ અકસ્માતની જાણ થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે કારચાલક નિશાંતભાઈ પટેલની અટકાયત કરી તેમની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે અકસ્માતના બીજા બનાવની વિગત અનુસાર વાઘોડિયા રોડ સ્થિત હિરાબાનગરમાં રહેતા પૂજારામ રૂપાભાઈ ભરવાડ ગત સાંજે આજવા બ્રિજ નીચે ચાલતા જતા હતા તે વખતે અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટમાં લીધા હતા, જેમાં તેમને શારીરિક ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ બાપોદ પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો.