વિરમગામ, સુરેન્દ્રનગરની જૈન સમાજની યુવતીઓએ જૂનાગઢની ૯૯ યાત્રા કરી
10, જાન્યુઆરી 2022

જૂનાગઢ, વિરમગામ અને સુરેન્દ્રનગરની જૈન પરિવારની યુવતીઓએ જૂનાગઢની ૯૯ યાત્રા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે. જૈન ધર્મમાં તપનું વિશેષ મહત્વ રહ્યું છે. યુગપ્રધાન આચાર્ય સંઘ પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન હેમ વલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા અને શુભ નિશ્રામાં હાડ થીજવી નાખે તેવી ઠંડીમાં જૈન સમાજના ૩૦૦ યુવાન અને યુવતીઓ જૂનાગઢની ૯૯ યાત્રામાં જાેડાયા હતા. ૯૯ યાત્રા એટલે જુનાગઢ તળેટીથી નેમિનાથ જિનાલયના ચાર હજાર પગથિયા ચડીને જિનાલય પહોંચ્યા પછી ૧૦૮ વખત જિનાલયની પ્રદક્ષિણા, સહ સાવનના ૧૮૦૦ પગથિયા ઉતરવાના, ત્યારબાદ નેમિનાથ ભગવાનની દીક્ષા કલ્યાણક ભૂમિ પર ચૈત્યવંદન સહિતની ધાર્મિક વિધિ કરવાની સાથે યાત્રા દરમિયાન વિના ચંપલ ચાલવાનું અન્ન પાણીનો ત્યાગ કરવાનો હોય છે. ૩૦ દિવસ સુધી દરરોજ ૬૬૦૦ પગથિયા ચડવાના અને ઉતરવાના હોય છે. તળેટીમાં ઉતર્યા બાદ ઉકાળેલું પાણી અને એકાસણું કરવાનું હોય છે જેને ૯૯ યાત્રા કહેવાય છે. આવી કઠિન યાત્રામાં વિરમગામ જૈન પરિવારની ૨૧ વર્ષીય હેતવી સંજય કુમાર અને સુરેન્દ્રનગર જૈન પરિવારની ૨૪ વર્ષીય કોઠારી દેવાશ્રી વિજય કુમાર બંને યુવતીઓએ જુનાગઢ ગીરનારની ૩૬ દિવસની ૧૦૮ યાત્રા પૂર્ણ કરી પુણ્યનું ભાથુ બાથ્યું છે. વિરમગામ અને સુરેન્દ્રનગર જૈન સમાજ ગૌરવની સાથે આનંદની લાગણી અનુભવે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution