13, જુલાઈ 2025
2079 |
અમદાવાદ, શહેરના પાલડી વિસ્તારમાં યુટ્યુબરે યુવકને બ્લેકમેલ કરીને ખંડણી માંગ્યાના સમાચાર સામે આવ્યા છે. આસ્ટોડિયા વિસ્તારમાં રહેતા અબરાર ઝાવસવાલાને ‘પાવર ઓફ ટ્રૂથ’ નામના મીડિયા પેજ સાથે જાેડાયેલા તત્વોએ બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૧૬ એપ્રિલે નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટમાં અભ્યાસ સમયે મિત્ર અયાઝ મિર્ઝા સાથે પૈસાની બાબતે બોલાચાલી થતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટના બાદ કોઈએ તેમને દોડતા દેખાડતો વીડિયો મેળવી સોસિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. આ ઘટનાના બીજે જ દિવસે વોટ્સએપ કોલ કરીને ઓજેફ તિરમીઝી નામના શખ્સે પોતાને પ્રેસનો અધિકારી તરીકે ઓળખાવ્યો અને ધમકી આપી કે વીડિયો ડિલીટ કરાવવા હોય તો ૧૦,૦૦૦ રૂપિયા આપવા પડશે. નહિ તો વીડિયો વધુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરી નાંખવામાં આવશે.ડરના કારણે વિદ્યાર્થીએ મિત્ર પાસેથી ૫,૦૦૦ રૂપિયા લઇ ખાનપુર ચોક ખાતે આરોપી ઓજેફ તિરમીઝી તથા તેની સહયોગી આબેદા પઠાણને આપ્યા પણ વીડિયો ડિલીટ ન કર્યો. આરોપીઓ સાથે અજીમખાન અને સાબિર શેખ પણ હાજર હતા. આ વોટ્સએપ કોલ દરમિયાન નજીકમાં હાજર મિત્ર ઝૈદ સૈયદે સમગ્ર વાતચીતનો વીડિયો રેકોર્ડ કર્યો.ફરિયાદમાં જણાવાયું કે ચારેય આરોપીઓ ઓજેફ તિરમીઝી, આબેદા પઠાણ, અજીમખાન અને સાબિર શેખ પ્રેસ સાથે જાેડાયેલા હોવાનું કહે છે. પોલીસે ડિજિટલ પુરાવા એકત્ર કરીને આરોપીઓ સામે ૈંઁઝ્રની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી.બનાવ પછી યુવકે કહ્યું કે,; ‘‘મને બદનામ કરવાની ધમકી આપીને પૈસા પડાવવાનો પ્રયાસ થયો. કોઈ પણ યુવાને ડરવું નહીં જાેઈએ, સાચા સમયે ફરિયાદ કરવી જરૂરી છે.’’