23, જુલાઈ 2021
મુંબઇ
શેર બજારમાં ઝોમાટોનું લિસ્ટિંગ અપેક્ષા કરતા સારૂ રહ્યુછે. કંપનીના શેર બીએસઈ પર રૂ. 111 પર લિસ્ટ થયા છે. જે ઇશ્યૂના ભાવ એટલે કે 76 રૂપિયા કરતા 51.32 ટકા વધારે છે. જ્યારે એનએસઈ પર ઝોમેટો શેરની સૂચિ 116 રૂપિયા પર થઈ છે. કંપનીના શેરની ઇશ્યૂ પ્રાઈસ 76 રૂપિયા છે.
લિસ્ટિંગથી પહેલા ગ્રે માર્કેટમાં ઝોમેટો શેર્સનું પ્રીમિયમ વધ્યું છે. આ સપ્તાહ શરૂઆતમાં આ 19 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યે હતો પરંતુ હવે તે વધીને 29 રૂપિયાની નજીક પહોંચી ગઇ છે. આ મુજબથી જોઇએ તો લિસ્ટિંગ તેની આસપાસ રહી છે.
અગાઉ તેનું લિસ્ટિંગ 27 જુલાઈએ થવાનું હતું પરંતુ ત્યારબાદ તેને પહેલા સૂચિબદ્ધ કરવાનું નક્કી કરાયું હતું. હાલ ઝૉમેટોનો શેર રૂ. 131 પર ટ્રેડ કરી રહ્યો છે.