18, જુલાઈ 2025
3267 |
મોતિહારી,વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બિહારના મોતિહારી પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી નીતીશ કુમારના વખાણ કર્યા હતા. ત્યારે વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, બિહારના મોતિહારીને મુંબઈની જેમ વિકસાવવામાં આવશે. જેમાં વડાપ્રધાને કહ્યું હતું કે, નૉર્વે અને ન્યૂઝીલેન્ડની વસતી કરતાં પણ વધુ પીએમ આવાસ બિહારમાં બનાવામાં આવ્યા છે. પીએમ મોદીએ મોતિહારીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આ ધરતી ચંપારણની ધરતી છે. આ ધરતીએ ઈતિહાસ બનાવ્યો છે. આઝાદીના આંદોલનમાં આ ધરતીએ ગાંધીજીને નવી દિશા બતાવી હતી. હવે આ ધરતીની પ્રેરણા બિહારનું નવુ ભવિષ્ય પણ બનાવશે.
મોદીએ કહ્યું કે, એક સમયે જે તાકાત માત્ર પશ્ચિમી દેશો પાસે હતી, જેમાં હવે પૂર્વના દેશોનો પણ દબદબો અને ભાગીદારી વધી રહી છે. જેમાં પૂર્વના દેશો વિકાસની નવી રફતાર પકડી રહ્યા છે. આગામી સમયમાં મુંબઈની જેમ મોતિહારીનું પણ નામ હશે. પૂણેની જેમ પટનામાં પણ ઔધોગિક વિકાસ થશે. સંથાલ પરગણાનો પણ સુરતની જેમ વિકાસ થાય, જલપાઈગુડી અને જાજપુરમાં જયપુરની જેમ પર્યટનના નવા રેકોર્ડ બને અને વીરભૂમના લોકો પણ બેંગ્લોરની જેમ પ્રગતિ કરે. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ અને આરજેડીની સરકાર હતી, ત્યારે યુપીએના ૧૦ વર્ષમાં બિહારને ફક્ત ૨ લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. કેન્દ્રમાં આપણી સરકાર આવ્યા બાદ મેં બિહારથી બદલો લેનારી જૂની રાજનીતિને જ સમાપ્ત કરી નાખી.
ટીએમસીની સરકાર જશે, ત્યારે આવશે સાચું પરિવર્તન : મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં એક રેલીને સંબોધિત કરી હતી અને રાજ્યના વિકાસમાં ટીએમસી સરકારને મોટો અવરોધ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બંગાળ પરિવર્તન અને વિકાસ ઇચ્છે છે, પરંતુ રાજ્ય સરકાર વિકાસના માર્ગમાં દીવાલ બની ઉભી છે. પીએમ મોદીએ અહીં ૫,૪૦૦ કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે ફરી કહ્યું કે ્સ્ઝ્ર સરકાર જશે, ત્યારે જ સાચું પરિવર્તન આવશે. વડાપ્રધાન મોદીએ શ્રાવણ મહિનાની શુભકામનાઓ સાથે પોતાના ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે આ પવિત્ર સમયમાં બંગાળના વિકાસ ઉત્સવનો ભાગ બનવું એ મારું સૌભાગ્ય છે. તેમણે કહ્યું કે આજે જે પરિયોજનાઓની શરૂઆત થઈ છે, તે બંગાળને વર્તમાન ખરાબ તબક્કામાંથી બહાર કાઢવાનું પ્રતીક છે.