29, જુન 2025
2178 |
દાગીનામાં માત્ર બેથી ત્રણ ટકા સોનું ટોળકી નાંખતી હતી
સુરત શહેરમાં નકલી સોનામાંથી દાગીના બનાવતી ગેંગ ઝડપાઈ છે. ઝોન 1 LCBએ સરથાણા વિસ્તારમાંથી ડુપ્લીકેટ ગોલ્ડ જ્વેલરી બનાવતું કારખાનું ઝડપી લીધું છે. સુરત પોલીસે આ સંબંધમાં ગહન તપાસ હાથ ધરી છે.100%માં 2થી 3% ગોલ્ડ નાખી હોલમાર્કની સિક્કો મારી વેચાણ કરતા હતા. આ મામલે પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે. તેમજ ચાર ચેન,ચેન બનવાનું મશીન,હોલમાર્કનો સિક્કો કબ્જે કર્યો છે.આ ટોળકી કેટલા સમયથી આ કાળા ધંધામાં સંડોવાયેલી હતી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.ચોક્કસ બાતમીના આધારે પોલીસે છાપો મારીને કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો.માત્ર બેથી ત્રણ ટકા ગોલ્ડ નાંખીને ટોળકી કારસ્તાન કરતાં એમ પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.કારસ્તાનમાં નફાનું મોટું પ્રમાણ રખાયુ હોવાનુ પણ જાણવા મળે છે.