દિલ્હી-

વિશ્વમાં કોરોના વાઇરસના કારણે લાખો લોકોના મોત થયા છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ચેપનો પહેલો કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમણને કારણે સાત લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વના 180થી વધુ દેશો અને પ્રદેશોમાં 1,95,46,748થી વધુ લોકો આ રોગચાળાની ઝપેટમાં છે.

ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસને કારણે વિશ્વમાં 7,24,123 થી વધુ લોકોનાં મોત થયાં છે. આંકડા અનુસાર સમગ્ર વિશ્વમાં 1,25,49,198થી વધુ લોકો કોરોના વાઇરસથી ચેપગ્રસ્ત છે. વિશ્વભરમાં 62,74,797થી વધુ કેસ સક્રિય છે. આંકડા વર્લ્ડમીટરથી લેવામાં આવ્યા છે.