20, જુન 2021
દાહોદ, ગાંજા અંગેની પોતાને મળેલ બાતમીના આધારે દાહોદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમે ઝાલોદ તાલુકાના લીમડી નગરની દાહોદ રોડ પર આવેલ કાંતિ કંચન સોસાયટીમાં રહેતા એક સોની પરિવારના કબજા ભોગવટા ના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારી મકાનમાંથી ૪.૬૩ કિલોગ્રામ વજનનો પાસ પરમીટ વગરનો વનસ્પતિજન્ય ભેજયુક્ત ગાંજાે પકડી પાડી ઘર ધણી ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં દાહોદ રોડ પર આવેલ કાંતિ કંચન સોસાયટીમાં રહેતા સોની પરિવારના દીપકકુમાર ચંદ્ર સોની ના કબજા ભોગવટા ના રહેણાંક મકાનમાં વગર પરમીટ નો વનસ્પતિજન્ય ભેજયુક્ત ગાંજાનો જથ્થો હોવાની દાહોદ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.એસ.આઇ યુ આર ડામોરને બાતમી મળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ આર ડામોરે પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે રાખી ગતરોજ સાંજના સાડાપાંચ વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ લીમડી નગર માં દાહોદ રોડ પર આવેલ કાંતિ કંચન સોસાયટીમાં રહેતા દીપકકુમાર ચંદ્રસેન સોનીના કબજા ભોગવટા ના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારી ઘરની તલાશી લઈ ઘરમાં દાદરા ની સીડી નીચે મુકેલ પીપડા ની પાસે સંતાડી ને મૂકી રાખેલ રૂપિયા ૪૬,૩૦૦/- ની કુલ કિંમત નો ૪.૬૩ કિલોગ્રામ વજનનો પાસ પરમીટ વગરનો વનસ્પતિજન્ય ભેજયુક્ત ગાંજાે પકડી પાડી કબજે લઇ ઘરધણી દીપકકુમાર ચંદ્ર સેન સોની ની ધરપકડ કરી આ સંબંધે એસ.ઓ.જી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ આર ડામોરે નોંધાવેલી ફરિયાદના આધારે લીમડી પોલીસે લીમડીના દીપકકુમાર ચંદ્ર સેન સોની વિરુદ્ધ નાર્કોટિક્સનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યો છે.