વડોદરાના ૧૫૫માંથી ૧૧૨ તળાવ ગાયબ
05, સપ્ટેમ્બર 2024 2574   |  

વડોદરાના ૧૫૫માંથી ૧૧૨ તળાવ ગાયબ

વડોદરા, તા. ૫

વડોદરા શહેરમાં તાજેતરમાં આવેલા વિશ્વામિત્રી નદીના પૂર માટે ગેરકાયદે દબાણો જેટલા જવાબદાર છે તેટલું જ જવાબદાર તંત્ર છે. એમ. એસ. યુનિવસિર્ટીના એક વિદ્યાર્થી દ્વારા ૨૦૧૩-૧૪માં સંશોધનના ભાગરૂપે શહેરના તળાવોની વિગતો એકઠી કરી હતી. જે યાદી અનુસાર શહેરમાં ૧૫૫ તળાવો હતા. જે પૈકી ૧૧૨ તળાવો પુરાઇ ગયા છે, જે તળાવોમાં અંદાજે ૫૯૦ કરોડ લીટર પાણીનો તેમા સંગ્રહ કરી શકાય તેવું એક અનુમાન છે. ત્યારે શહેરમાં કુલ ૨ કરોડ ચોરસ ફૂટ જગ્યામાં તળાવો હતા. જે હાલમાં એક અંદાજ પ્રમાણે માત્ર ૮૪ લાખ ચોરસ ફૂટ જ રહ્યાં છે.

એમ. એસ. યુનિવસિર્ટીના પૂર્વ વિદ્યાર્થી અરૂપ ઘોષ દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪માં તેમના સંશોધનના ભાગરૂપે જુદા જુદા સ્થળેથી ડેટા એકઠા કરી શહેરના તળાવોની એક યાદી તૈયાર કરાઇ હતી. જે માટે તેમને વિવિધ સ્ત્રોતનો ઉપયોગ કર્યો હતો. ૨૦૧૩-૧૪માં અરૂપ ઘોષને મળેલા ડેટા અનુસાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં ૧૫૫ તળાવો હતા. જે પૈકી તે સમયે ૧૧૨ તળાવો ગાયબ થઇ ગયા હતા. શહેરનાં કુલ તળાવોનો વિસ્તાર અંદાજે ૨ કરોડ ચોરસ ફૂટ થતો હતો. જ્યારે ૧૧૨ તળાવ ગાયબ થયા બાદ તે સમયે અંદાજે માત્ર ૮૪ લાખ ચોરસ ફૂટમાં જ તળાવો હયાત હતા. જાેકે, તે તળાવો આજે પણ શહેરમાં હયાત હોવાનું જાણવા મળી રહ્યું છે.

૧૧૨ તળાવની ૧.૧૬ કરોડ ચોરસ ફૂટ જગ્યા પર પુરાણ કરવામાં આવ્યું છે. જે જગ્યા પર પુરાણ કરી રસ્તા બન્યાં, રહેણાંક સોસાયટી અને સરકારી આવાસ બન્યાં, ઝુંપડા બન્યાં છે. જ્યારે મોટી સંખ્યામાં તળાવની જગ્યા સમતળ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કેટલાક તળાવો તો છે, પરંતુ તે સ્થળ હાલ માત્ર ખાડા જ રહ્યાં છે, તેમાં પાણી નથી કારણકે આ તળાવોના જળસ્ત્રોત બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી ત્યાં પાણી જ ભરાતું નથી. એક અંદાજ પ્રમાણે પાંચ લાખ ચોરસ ફૂટ જગ્યામાં રસ્તા બન્યાં છે, ૩ લાખ ચોરસ ફૂટ જગ્યામાં ખાનગી અને સરકારી આવાસ બન્યાં છે. જ્યારે ૧૨ લાખ ચોરસ ફૂટ તળાવના જળ સ્ત્રોત બંધ કરી દેતા માત્ર પાણી વિનાના ખાડા જ રહ્યાં છે. જ્યારે ૪૫ લાખ ચોરસ ફૂટ તળાવની જગ્યામાં ઝુંપડા બની ગયા છે. તેમજ ૫૨ લાખ ચોરસ ફૂટ તળાવની જગ્યા સમતળ કરી દેવામાં આવી છે. જાે હાલના પૂરની સ્થિતીમાં આ ૧૧૨ તળાવો હયાત હોત તો તેની ૧.૧૬ કરોડ ચોરસ ફૂટ જગ્યામાં ૫૯૦ લીટર પાણીનો સંગ્રહ થઇ શક્યો હોત. જેના કારણે વડોદરામાં પૂર પણ ન આવે અને તે પાણીનો સંગ્રહ ઉપયોગમાં પણ લઇ શકાય. એટલું જ નહીં આ તળાવોના કારણે વડોદરાના જમીન હેઠળના જળસ્તરમાં પણ વધારો થયો હોત. તળાવોમાં રહેલા પાણી જમીનમાં ઉતરે અને જમીનના જળ સ્ત્રોત પણ વધારી શકાય.

૨૦ વર્ષમાં વિશ્વામિત્રીની ૨૦ લાખ ફૂટ જગ્યાનો ઝોન ફેર થયો

વિશ્વામિત્રી નદી નજીક સરકાર દ્વારા અનેક જમીનો સંરક્ષિત ઝોનમાં રાખવામાં આવી હતી. પરંતુ વડોદરાના સ્થાનિક તંત્ર તેમજ સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં ૨૦ લાખ ફૂટ જગ્યાનો ઝોન ફેર કરી દેવામાં આવ્યો છે. જે સંરક્ષિત ઝોનને રહેણાંક ઝોનમાં ફેરવી દેવામાં આવી છે. જેના કારણે વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં રહેણાંક સોસાયટી, કોમ્પલેક્ષ, બંગલો બની ગયા છે. જેના કારણે વિશ્વામિત્રી નદીની કુદરતી પૂર નિયંત્રણ વ્યવસ્થા ખોરવાઇ ગઇ અને નદીના પાણી શહેરના જુદા જુદા વિસ્તારમાં પ્રસરી રહ્યા છે.

૫૯૦ કરોડ લિટર પાણીની ગણતરી કઇ રીતે થઇ?

હવે, પ્રશ્ન એ થાય છેકે, ૫૯૦ કરોડ લીટર પાણીનો સંગ્રહ થાય તે ગણતરી કઇ રીતે થઇ? તો તેની માટે તજજ્ઞો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ૧૧૨ તળાવની અંદાજે ૧.૧૬ કરોડ ચોરસ ફૂટ જગ્યા છે. જેની સામે પાણીની સરેરાશ ક્ષમતાનો અંદાજ ૧૫ ફૂટ હોય છે. જેનો ગુણાકાર કરવામાં આવે તો ૧૭.૪૦ કરોડ ધન ફૂટમાં પાણીનો સંગ્રહ કરી શકાય. એક ઘન ફૂટમાં અંદાજે ૭.૪૬ ગેલન અને ૩૪ લિટર પાણીનો સંગ્રહ થાય. તે પ્રમાણે ૧૧૨ તળાવની ૧.૧૬ કરોડ ચોરસ ફૂટ જગ્યામાં ૫૯૦ કરોડ લીટર તેમજ ૧૩૦ કરોડ ગેલન પાણીનો સંગ્રહ કરી શકાય.

તળાવ પર સરકારી-ખાનગી આવાસ અને કચેરીઓ બની ગઈ

૨૦૧૩-૧૪માં તૈયાર થયેલી યાદી અનુસાર બાપોદ વિસ્તારમાં ખરાબો તલાવડીની બે જગ્યા પર સરકારી આવાસો બનાવવામાં આવ્યા હતા. જેમાં પોલીસ ક્વાટર્સ અને જિલ્લા પંચાયત ક્વાટર્સનો સમાવેશ થાય છે. જ્યારે આજ વિસ્તારનું એક તળાવ નેશન હાઇવેમાં કપાત થયું હતું. તેમજ આ જ વિસ્તારનાં અન્ય ત્રણ તળાવનું પુરાણ કરી તેના પર પુષ્ટીપ્રભા અને જનકલ્યાણ સોસાયટીનું નિર્માણ થયું હતું. જ્યારે અન્ય એક તળાવ પર સરદાર એસ્ટેટના પ્લોટ પાડવામાં આવ્યા હતા.

ફેક્ટ ફાઇલ

• ૨ કરોડ ચોરસ ફૂટ કુલ તળાવ

• ૮૪ લાખ ચોરસ ફૂટ તળાવ હયાત

• ૫ લાખ ચોરસ ફૂટ રસ્તા બન્યાં

• ૩ લાખ ચોરસ ફૂટ મકાનો બન્યાં

• ૧૨ લાખ ચોરસ ફૂટ જળ સ્ત્રોત બંધ (સ્થળ પર ખાડો છે, પાણી ભરાતું નથી)

• ૪૫ લાખ ચોરસ ફૂટ ઝુંપડા બન્યાં

• ૫૨ લાખ ચોરસ ફૂટ સમતળ થયાં

હાઇકોર્ટ અને એનજીટીની ગાઇડલાઇન શું છે?

ગુજરાત હાઇકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા નદી અને તળાવોને લઇને ખાસ ગાઇડ લાઇન આપવામાં આવી છે.તજજ્ઞોનાં જણાવ્યા અનુસાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તળાવોને નદીનો જ એક ભાગ ગણવામાં આવ્યો છે. એનજીટી દ્વારા કરવામાં આવેલી તળાવોની વ્યાખ્યામાં નદીના કોતર, વરસાદી કાંસ, તળાવો અને નદીના સંબંધો તેમજ વેટ લેન્ડને નદીનો જ ભાગ ગણવામાં આવ્યા છે. જે નદીની કુદરતી પુર વ્યવસ્થાનો જ ભાગ છે. જેથી તેના પર પુરાણ કરી શકાય નહીં. તેમજ તળાવો ઇન્ટરલિંક હોય તો તે પણ બંધ કરી શકાય નહીં. તે ઉપરાંત નદીના કુદરતી વહેણ જે વધારાનું પાણી તળાવો સુધી લઇ જાય છે તેને અવરોધી શકાય નહીં.

ચાર જુદી જુદી જગ્યાથી ડેટા કલેક્શન કર્યું છે

૨૦૧૩-૧૪માં મારા પીએચડીના સંશોધનના ભાગરૂપે જુદી જુદી જગ્યાએથી ડેટા કલેક્ટર કરી શહેરના તળાવોની યાદી બનાવી હતી. જેમાં એમ. એસ. યુનિવસિર્ટીનું ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ, ઇન્ટેક સોસાયટી, ઇતિહાસવિદ ચંદ્રશેખર પાટીલ તેમજ વડોદરા મ્યુનિ. કોર્પોરેશનનો સમાવેશ થાય છે. જે બધા જ ડેટા એકઠા કરી તેને એક સાથે કંમ્પાઇલ કરી આ તળાવોની એક યાદી તૈયાર કરાઇ હતી. - અરૂપ ઘોષ, અર્બન પ્લાનર

શહેરમાં પૂરની ગંભીરતા ઘટી ગઇ હોત

વડોદરા સહિત રાજ્યમાં બે પ્રકારના તળાવો છે. જેમાં નોટિફાઇડ અને નોન નોટિફાઇડ તળાવોનો સમાવેશ થાય છે. જેને સંરક્ષીત કરવા માટે નોન નોટિફાઇડ તળાવોને નોટિફાઇડ કરવા માટે હાઇકોર્ટ દ્વારા આદેશ કરાયો હતો. તેમજ તે બાબતે અન્ય કેટલીક પીઆઇએલ હાલ પણ સુનવણી પર છે. ત્યારે વડોદરાના જે તળાવો પુરાઇ ગયા છે, તેનું પુરાણ ન થયું હોત તો આજે વડોદરામાં આવેલા પુરની ગંભીરતા ઘટી હોત. એટલું જ નહીં વોટર લોગિંગ ઘટયું હોત અથવા ન થયુ હોત તેવું પણ બની શકેત. - રોહિત પ્રજાપતિ, પર્યાવરણવિદ

૦ટીપીમાં રેવન્યૂ સરવે નંબર જાેવામાં નદી, તળાવ, કાંસ ભૂલાયાં

૨૦૧૪થી હું વિશ્વામિત્રી નદી માટે કામ કરી રહી છું. જેમાં સંશોધનમાં સામે આવ્યું છે કે, ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ ૧૨(એલ) અનુસાર નિચાણવાળા વિસ્તારમાં પુરાણ કરી બાંધકામ કરી શકાય. પરંતુ તેના કારણે જ શહેરમાં પુરની સ્થિતીનું નિર્માણ થાય છે. શહેરમાં વિશ્વામિત્રી નદીનુ વહેણ સીધું નથી. તેમજ શહેર વિસ્તારોમાં પણ જેન્ટલ સ્લોપ નથી. કેટલાક વિસ્તારો ઉંચા છે તો કેટલાક વિસ્તારો નિચાણવાળા છે. જેના કારણે ઉંચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા નથી. જેમા પણ ખાસ કરીને હરણી, સમા અને અકોટા વિસ્તારમાં પણ કેટલાક વિસ્તારો ઉંચા છે જેથી ત્યાં પાણી ભરાતા નથી. જ્યાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ રહ્યા છે. અનેક એવા વિસ્તારો પણ છે જેમાં ક્યારેય પાણી ભરાયા નથી, પરંતુ આ વર્ષે પાણી ભરાયા છે. બીજી તરફ ટીપી બનાવતા સમયે માત્ર રેવન્યુ રવે નંબરનું જ ધ્યાન રાખવામાં આવે છે. જે રેવન્યુ સરવે નંબર ૧૦૦ વર્ષ પહેલા નક્કી કરાયા હતા. જે બાદ નદીનું વહેણ પણ બદલાયું છે. જેમાં ૫૦થી ૮૦ મેટરનો ફરક પડયો છે. જેથી ટીપી બનાવ

તા સમયે નદીના ભાગમાં જ એફપી-ઓપી આવતા હોય છે. જેનો શ્રેષ્ઠ નમુનો ટીપી ૬૬માં આવતું ભીમનાથ તળાવ છે. - નેહા સરવટે, રિસર્ચર 


વડોદરા મ્યુનિ.કોર્પોરેશન હસ્તકનાં તળાવો અને તેની સ્થિતિ

ક્રમ વોટરબોડીઝ ગામ સરવે નં. એરીયા હાલની સ્થિતિ

૧ મહંમદ તળાવ વડોદરા કસ્બા ૮૦ ૦-૭૬-૮૯ તળાવ છે

૨ શ્રી સરકાર તળાવ વડોદરા કસ્બા ૧૫૫ ૧-૪૮-૭૨ તળાવ છે

 તથા રસ્તાઓ

૩ શ્રી સરકાર તળાવ વડોદરા કસ્બા ૩૪૮ ૦-૫૩-૬૨ તળાવ નથી

 તથા રસ્તાઓ

૪ શ્રી સરકાર તળાવ વડોદરા કસ્બા ૪૪૦ ૩-૨૦-૭૨ તળાવ છે

 તથા પડતર

૫ શ્રી સરકાર તલાવડી વડોદરા કસ્બા ૩૮૪ ૦-૪૧-૮૩ તળવા નથી, સમતળ

૬ શ્રી સરકાર તલાવડી વડોદરા કસ્બા ૭૨૫ ૧-૧૬-૩૫ તળાવ છે

 ગણુવાઘાનો તલાવડી

૭ સુરસાગર તળાવ વડોદરા કસ્બા - ૬-૭૪-૦૦ તળાવ છે

 એ ટીકા ૪/૨

૮ સિધ્ધનાથ તળાવ વડોદરા કસ્બા ૨૭૦ ૦-૪૭-૪૦ તળાવ છે

 એ ટીકા ૧/૫

૯ સરસીયા તળાવ વડોદરા કસ્બા ૮૩૫ ૧-૧૧-૭૭ તળાવ છે

 એ ટીકા ૨૦/૪

૧૦ લાલબાગ તળાવ વડોદરા કસ્બા ૪૦૪ ૧-૨૩-૦૭ તળાવ છે

૧૧ ખંડેરાવ તળાવ વડોદરા કસ્બા ૩૦૫ પાસે ૦-૭૫-૬૪ તળાવ છે

૧૨ અજબ તળાવ

 એ ટીકા ૨૮/૪ વડોદરા કસ્બા - ૨-૪૦-૦૬ તળાવ છે

૧૩ રાજે તળાવ

 એ ટીકા ૧૨/૧ વડોદરા કસ્બા - ૩-૭૮-૯૦ તળાવ છે

૧૪ મહાજન તળાવ વડોદરા કસ્બા ૭૮૭ ૩-૪૫-૯૪ તળાવ છે

૧૫ શ્રી સરકાર તલાવળી સવાદ ૩૩૯ પૈકી ૦-૧૮-૦૧ સમતળ

૧૬ શ્રી સરકાર સવાદ ૩૭૯ ૨-૯૯-૪૭ તળાવ છે

 વારસીયા તળાવ

૧૭ શ્રી સરકાર તળાવ સવાદ ૩૮૫ ૧-૨૮-૪૯ ઓડ નગર કાંસ,

      ઝુપડા, વોટર બોડી

૧૮ તળાવ માટે નીમ હરણી ૨૪૦ ૫-૩૮-૭૩ મોટનાથ મંદિર પાસે

      તળાવ છે

૧૯ ખરાબો તથા તળાવ હરણી ૫૪૦ ૧-૬૫-૬૯ તળાવ છે

૨૦ તળાવ માટે નીમ હરણી ૭૫૦ ૮-૮૭-૨૮ તળાવ છે

૨૧ તળાવનો ખરાબો હરણી ૭૫૫ ૦-૭૩-૮૬ તળાવ છે

૨૨ ખાડા ટેકરા હરણી ૭૫૭/૧ પૈકી ૨-૮૫-૩૧ ખરાબો તળાવ નથી

 ખરાબો તલાવડી

૨૩ શ્રી સરકાર તળાવ હરણી ૧૦૭૪ ૭-૭૯-૧૫ હરણી ગામ તળાવ

      ઝુપડા વોટર બોડી

૨૪ તળાવ સયાજીપુરા ૩૮૩ ૦-૩૨-૩૭ ખાડો છે પાણી નથી

      ઝુંપડા

૨૫ તળાવ સયાજીપુરા ૫૬૫ ૨-૧૨-૪૬ સમતળ તળાવ નથી

૨૬ નરસિંહપુરાનુ તળાવ સયાજીપુરા ૩૧૮ ૩-૮૫-૪૭ તળાવ છે

      ખોડિયાનગર પાસે

૨૭ ખરાબો તલાવડી બાપોદ ૫૬ ૦-૦૯-૧૧ ખાડો છે પાણી નથી

૨૮ ખરાબો તલાવડી બાપોદ ૮૪ ૩-૪૦-૯૫ તળાવ છે

૨૯ ખરાબો તલાવડી બાપોદ ૧૦૫ ૦-૩૪-૩૭ પોલીસ કર્વાટસ

૩૦ ખરાબો તલાવડી બાપોદ ૧૧૬ ૦-૨૪-૧૮ જિ. પ. કવાર્ટસ

૩૧ ખરાબો તલાવડી બાપોદ ૧૨૩ ૦-૦૫-૮૪ ઝુપડા છે સમતળ

૩૨ ખરાબો તલાવડી બાપોદ ૧૨૬ ૦-૦૬-૭૮ ઝુપડા છે સમતળ

૩૩ ના.સરકાર તલાવડી બાપોદ ૧૪૦ ૦-૦૬-૬૯ સમતળ તળાવ નથી

૩૪ ના.સરકાર તલાવડી બાપોદ ૧૬૭ - રોડમાં ગયેલ છે

૩૫ ના.સરકાર તલાવડી બાપોદ ૧૯૬ ૦-૨૯-૩૪ પાણી નથી

૩૬ ના. સરકાર તલાવડી બાપોદ ૩૦૧ ૦-૦૮-૦૯ ઝુપડા છે, સમતળ

૩૭ ખરાબો તલાવડી બાપોદ ૩૬૫ ૦-૦૨-૦૨ કેટલોક ભાગ રોડમાં

      સમતળ

૩૮ ખરાબો તલાવડી બાપોદ ૩૯૨ ૦-૧૨-૧૪ ખાડો, તળાવ નથી

૩૯ ખરાબો તલાવડી બાપોદ ૪૨૧ ૦-૦૮-૦૯ ખાડો, તળાવ નથી

૪૦ ના.સરકાર ખરાબો તલાવડી બાપોદ ૪૨૪ ૦-૧૨-૧૪ ખાડો, તળાવ નથી

૪૧ ના.સરકાર ખરાબો તલાવડી બાપોદ ૪૩૪ ૦-૦૫-૦૬ કેટલોક ભાગ રોડમાં

      સમતળ

૪૨ ના.સરકાર ખરાબો તલાવડી બાપોદ ૪૩૮ ૦-૦૮-૦૯ ખાડો, તળાવ નથી

૪૩ ના.સરકાર ખરાબો તલાવડી બાપોદ ૪૫૨ ૦-૦૪-૦૫ ૧૮ મીટર રોડમાં

૪૪ ના. સરકાર ખરાબો તલાવડી બાપોદ ૪૬૫ ૦-૦૬-૦૭ ખાડો, તળાવ નથી

૪૫ ના.સરકાર ખરાબો તલાવડી બાપોદ ૪૮૦ ૦-૧૫-૧૮ ખાડો, તળાવ નથી

૪૬ ના.સરકાર ખરાબો તલાવડી બાપોદ ૪૮૧ ૦-૦૫-૦૬ ખાડો, તળાવ નથી

૪૭ ના.સરકાર ખરાબો તલાવડી બાપોદ ૪૯૦ ૦-૦-૧૧ ખાડો, તળાવ નથી

૪૮ ના.સરકાર ખરાબો તલાવડી બાપોદ ૪૯૫ ૦-૦૨-૦૨ ખાડો, તળાવ નથી

૪૯ ખરાબો તલાવડી બાપોદ ૫૦૩ ૦-૦૭-૦૮ ખાડો, તળાવ નથી

૫૦ ખરાબો તલાવડી બાપોદ ૫૭૭ ૦-૦૪-૦૫ ખાડો, તળાવ નથી

૫૧ ખરાબો તલાવડી બાપોદ ૫૯૬ ૦-૦૮-૦૯ ખાડો, તળાવ નથી

૫૨ ખરાબો તલાવડી બાપોદ ૬૦૭ ૦-૮૧-૯૫ તળાવ છે

૫૩ ખરાબો તલાવડી બાપોદ ૬૧૯ ૦-૦૫-૦૬ ખાડો, તળાવ નથી

૫૪ ખરાબો તલાવડી બાપોદ ૬૨૨ ૦-૦૪-૦૫ ખાડો, તળાવ નથી

૫૫ ખરાબો તલાવડી બાપોદ ૬૩૦ ૦-૧૬-૧૮ ખાડો, તળાવ નથી

૫૬ ખરાબો તલાવડી બાપોદ ૬૩૨ ૦-૨૦-૨૩ ખાડો, તળાવ નથી

૫૭ ખરાબો તલાવડી બાપોદ ૬૩૬ ૦-૨૪-૨૮ ખાડો, તળાવ નથી

૫૮ ના.સરકાર ખરાબો તલાવડી બાપોદ ૬૬૦ ૦-૧૬-૧૯ ખાડો, તળાવ નથી

૫૯ ના.સરકાર ખરાબો તલાવડી બાપોદ ૬૬૩ ૦-૦૫-૦૬ સમતળ પાણી નથી

૬૦ ખરાબો તલાવડી બાપોદ ૬૮૯ ૦-૧૬-૭૨ સમતળ પાણી નથી

૬૧ ના.સરકાર ખરાબો તલાવડી બાપોદ ૭૦૯ ૦-૦૮-૬૩ સમતળ પાણી નથી

૬૨ ના.સરકાર ખરાબો તલાવડી બાપોદ ૭૧૦ ૦-૧૬-૦૪ સમતળ પાણી નથી

૬૩ ખરાબો તલાવડી બાપોદ ૭૨૩ ૦-૧૧-૧૩ સમતળ પાણી નથી

૬૪ ખરાબો તલાવડી બાપોદ ૭૨૯ ૦-૨૮-૩૩ ખાડો, પાણી નથી

૬૫ ખરાબો તલાવડી બાપોદ ૭૩૬ ૦-૦૬-૦૭ સમતળ પાણી નથી

૬૬ ખરાબો તલાવડી બાપોદ ૭૪૧ ૦-૧૧-૧૩ સમતળ પાણી નથી

૬૭ ખરાબો તલાવડી બાપોદ ૭૪૨ ૦-૦૯-૧૧ સમતળ પાણી નથી

૬૮ ખરાબો તલાવડી બાપોદ ૭૪૪ ૦-૦૮-૦૯ સમતળ પાણી નથી

૬૯ ખરાબો તલાવડી બાપોદ ૭૪૫ ૦-૧૫-૧૮ સમતળ પાણી નથી

૭૦ ખરાબો તલાવડી બાપોદ ૭૫૧ ૦-૦૬-૦૭ સમતળ પાણી નથી

૭૧ ખરાબો તલાવડી બાપોદ ૭૫૨ ૦-૦૯-૧૧ સમતળ પાણી નથી

૭૨ ખરાબો તલાવડી બાપોદ ૭૫૬ ૦-૧૩-૧૫ સમતળ પાણી નથી

૭૩ ખરાબો તલાવડી બાપોદ ૭૬૩ ૦-૦૯-૧૧ સમતળ પાણી નથી

૭૪ ખરાબો તલાવડી બાપોદ ૭૬૩ ૦-૨૧-૨૫ સમતળ પાણી નથી

૭૫ ખરાબો તલાવડી બાપોદ ૭૬૦ ૦-૩૧-૩૬ સમતળ પાણી નથી

૭૬ ખરાબો તલાવડી બાપોદ ૭૯૧ ૦-૦૨-૦૨ સમતળ પાણી નથી

૭૭ ખરાબો તલાવડી બાપોદ ૭૯૫ ૦-૦૮-૦૯ સમતળ પાણી નથી

૭૮ ખરાબો તલાવડી બાપોદ ૮૦૦ ૦-૦૯-૧૧ સમતળ પાણી નથી

૭૯ ખરાબો તલાવડી બાપોદ ૮૦૨ ૦-૦૮-૦૯ સમતળ પાણી નથી

૮૦ ખરાબો તલાવડી બાપોદ ૮૨૮ ૦-૦૮-૦૯ રોડમાં સમતળ પાણી નથી

૮૧ ખરાબો તલાવડી બાપોદ ૮૩૦ ૦-૦૬-૦૭ સમતળ પાણી નથી

૮૨ ખરાબો તલાવડી બાપોદ ૮૪૫ ૦-૫૪-૭૯ સમતળ પાણી નથી

૮૩ ખરાબો તલાવડી બાપોદ ૮૫૫ ૦-૦૯-૧૧ સમતળ પાણી નથી

૮૪ ખરાબો તલાવડી બાપોદ ૮૬૯ ૦-૧૮-૦૭ સમતળ પાણી નથી

૮૫ ખરાબો તલાવડી બાપોદ ૮૯૨ ૦-૧૦-૫૮ સમતળ પાણી નથી

૮૬ ખરાબો તલાવડી બાપોદ ૮૮૪ ૧૪૨૩૫ ઝુપડા ફાયર સ્ટેશન પાસે

૮૭ ખરાબો તલાવડી બાપોદ ૮૮૧ ૧૪૨૩૫ ઝુપડા ફાયર સ્ટેશન પાસે

૮૮ ખરાબો તલાવડી બાપોદ ૯૩૯ ૦-૧૬-૬૮ સમતળ પાણી નથી

૮૯ તળાવ ગોત્રી ૧૪ ૧-૬૭-૯૫ તળાવ છે

૯૦ તળાવ ગોત્રી ૯૩અ ૦-૫૪-૭૦ તળાવ છે

૯૧ તળાવ ગોત્રી ૮૦ - ગોત્રી ગામ તળાવ

૯૨ ખરાબો તલાવડી ગોરવા ૧૫ ૦-૧૫-૬૧ તળાવ છે

૯૩ ખરાબો તલાવડી ગોરવા ૬૪ ૦-૧૧-૭૨ સમતળ પાણી નથી

૯૪ ખરાબો તલાવડી ગોરવા ૬૬૦ ૦-૮૮-૦૨ તલાવડી પાણી છે

૯૫ ખરાબો તલાવડી ગોરવા ૧૧૮૨ ૩-૫૩-૦૯ તળાવ છે

૯૬ ખરાબો તલાવડી માંજલપુર ૩૮૭ ૦-૨૯-૧૮ સમતળ પાણી નથી

૯૭ ખરાબો તલાવડી માંજલપુર ૫૬૫ ૦-૧૬-૫૫ સમતળ પાણી નથી

૯૮ ખરાબો તલાવડી માંજલપુર ૫૯૧ ૦-૦૬-૯૩ સમતળ પાણી નથી

૯૯ ખરાબો તલાવડી તાંદલજા ૧૨ ૦-૫૮-૬૮ તળાવ છે

૧૦૦ ગામ તળાવ તાંદલજા ૧૯૭ ૭-૬૩-૮૫ તળાવ છે

૧૦૧ ખરાબો તલાવડી તાંદલજા ૨૫૬ ૧-૦૭-૨૪ ઝુપડા પાણી છે

૧૦૨ ખરાબો તલાવડી તાંદલજા ૪૪૪ ૪-૮૨-૫૯ ઝુપડા સમતળ

૧૦૩ તળાવ મકરપુરા ૩૭૪ ૦-૩૨-૩૭ ઝુપડા રીંગરોડ

૧૦૪ તળાવ મકરપુરા ૪૯ ૨-૨૪-૩૦ ગામ તળાવ પાણી છે

૧૦૫ શ્રી સરકાર ખરાબો તલાવડી દંતેશ્વર ૯૧ ૦-૩૫-૪૧ ખાડો તળાવ નથી

૧૦૬ શ્રી સરકાર ખરાબો તલાવડી દંતેશ્વર ૨૦૪ ૪-૬૮-૪૩ ગામ તળાવ પાણી છે

૧૦૭ ખરાબો તલાવડી દંતેશ્વર ૨૩૯ ૦-૦૮-૦૯ સમતળ પાણી નથી

૧૦૮ તલાવડી દંતેશ્વર ૩૬૩ ૦-૩૮-૪૫ ખાડો તળાવ નથી

૧૦૯ તલાવડી દંતેશ્વર ૩૮૬ ૦-૧૨-૧૫ હા.બોર્ડ કર્વાટસ

૧૧૦ શ્રીસરકાર તળાવ દંતેશ્વર ૪૯૩ ૦-૧૧-૩૪ સમતળ પાણી નથી

૧૧૧ ખરાબો તલાવડી દંતેશ્વર ૫૬૯ ૦-૪૬-૯૯ સમતળ પાણી નથી

૧૧૨ ખરાબો તલાવડી દંતેશ્વર ૬૨૦ ૩-૨૩-૭૫ સમતળ પાણી નથી

૧૧૩ ખરાબો તલાવડી જામ્બુવા ૧૪ ૦-૫૧-૬૦ સમતળ પાણી નથી

૧૧૪ શ્રી સરકાર તલાવડી અટલાદરા ૧૧૪ ૧-૧૩-૩૧ પાણી છે

૧૧૫ તલાવડી અટલાદરા ૧૯૪ ૧-૦૦-૦૧ ઝુપડા પાણી છે

૧૧૬ તલાવડી અટલાદરા ૨૭૪ ૦-૧૪-૦૬ ખાડો તળાવ નથી

૧૧૭ તલાવડી અટલાદરા ૩૫૧/૧ ૦-૦૩-૪૭ સમતળ પાણી નથી

૧૧૮ શ્રી સરકાર તળાવ અટલાદરા ૪૨૮ ૧-૮૮-૦૧ ઝુપડા પાણી છે

૧૧૯ શ્રી સરકાર તળાવ અટલાદરા ૪૬૧ ૦-૦૫-૦૬ ઝુપડા તળાવ નથી

૧૨૦ શ્રી સરકાર તળાવ અટલાદરા ૪૮૧ ૧-૫૪-૭૯ ખાડો ઝુપડા તળાવ નથી

૧૨૧ શ્રી સરકાર તળાવ અટલાદરા ૫૮૫ ૧૩-૭૮-૯૭ ઝુપડા પાણી નથી

૧૨૨ શ્રી સરકાર તળાવ અટલાદરા ૫૮૬ ૫-૬૩-૫૩ ખાડો ઝુપડા કાંસ

૧૨૩ શ્રી સરકાર તળાવ અટલાદરા ૫૪૭ ૨-૧૩-૩૫ ખાડો તળાવ નથી

૧૨૪ તલાવડી અટલાદરા ૬૦૨ ૦-૪૧-૪૮ ખાડો ઝુપડા તળાવ નથી

૧૨૫ શ્રી સરકાર તળાવ અટલાદરા ૬૬૬ ૦-૦૯-૧૧ ૪૦ મીટર રોડ પુરાણ

૧૨૬ શ્રી સરકાર તલાવડી અટલાદરા ૭૨૦ ૪-૬૫-૩૯ તળાવ ઝુપડા પાણી છે

૧૨૭ શ્રી સરકાર તલાવડી વાસણા ૭૫ ૩-૫૮-૧૫ તળાવ છે

૧૨૮ શ્રી સરકાર તલાવડી વાસણા ૧૭૩ ૧-૫૪-૫૪ ઝુપડા ખાડો

૧૨૯ શ્રી સરકાર તલાવડી તરસાલી ૮૨ ૦-૨૧-૨૫ સમતળ તળાવ નથી

૧૩૦ તલાવડી તરસાલી ૧૩૬ ૦-૨૩-૩૨ સમતળ તળાવ નથી

૧૩૧ તળાવ તરસાલી ૪૧૬ ૩-૫૪-૧૦ તળાવ છે

૧૩૨ બોરીયુ તળાવ કરોડીયા ૨૧૧ ૦-૯૭-૫૨ કેનાલ-ઝુપડા-પાણી નથી

૧૩૩ તળાવ ખરાબો સમા ૬૮૩ ૫-૬૦-૫૯ તળાવ છે

૧૩૪ તલાવડી સુભાનપુરા ૯૪ પૈકી ૦-૧૪-૬૪ જીઈબી ઓફિસ

૧૩૫ શ્રી સરકાર જેતલપુર ૧૭૧ ૧-૯૩-૦૨ ગોત્રી વસાહત, તળાવ

૧૩૬ તળાવ બાપોદ ૧ ૩-૨૪-૨૬ તળાવ છે

૧૩૭ તળાવ બાપોદ ૪૧૪ ૦-૧૨-૧૪ સમતળ, રોડમાં

૧૩૮ તળાવ બાપોદ ૪૪૬ ૦-૫૩-૬૨ સમતળ પાણી નથી

૧૩૯ તળાવ બાપોદ ૬૨૪ ૦-૦૪-૦૫ સમતળ પાણી નથી

૧૪૦ તળાવ બાપોદ ૪૫૩ ૦-૩૧-૬૬ સમતળ રોડમાં

૧૪૧ તળાવ બાપોદ ૭૮૨ ૦-૩૧-૩૬ સમતળ પાણી નથી

૧૪૨ તળાવ બાપોદ ૭૯૮ ૦-૦૨-૦૨ સમતળ રોડમાં

૧૪૩ તળાવ બાપોદ ૫૫૫ ૦-૨૨-૨૬ નેશનલ હાઈવેમાં

૧૪૪ તળાવ બાપોદ ૨૭૨ ૧-૬૨-૮૯ સમતળ પાણી નથી

૧૪૫ તળાવ બાપોદ ૨૨૮ ૦-૩૬-૪૨ સરદાર એસ્ટેટ પ્લોટ

૧૪૬ તળાવ બાપોદ ૭૩૩ ૧-૫૪-૭૯ પુષ્ટી પ્રભા સોસાયટી

૧૪૭ તળાવ બાપોદ ૧૩૬ ૦-૨૭-૩૨ જનકલ્યાણ સોસાયટી

૧૪૮ તળાવ બાપોદ ૮૨ ૦-૨૧-૨૫ રીગ રોડ

૧૪૯ તળાવ બાપોદ ૪૧૬ ૩-૫૪-૧૦ ૧૮ મીટર રોડ

૧૫૦ તળાવ બાપોદ ૬૮૩ ૦-૩૬-૫૯ સમતળ પાણી નથી

૧૫૧ તળાવ બાપોદ ૪૦૮ ૩-૭૫-૦૫ સમતળ પાણી નથી

૧૫૨ તળાવ બાપોદ ૨૪૦ ૫-૯૭-૯૩ સમતળ પાણી નથી

૧૫૩ તળાવ બાપોદ ૨૮૪ ૧-૨૯-૯૯ સમતળ પાણી નથી

૧૫૪ તળાવ કલાલી ૪૯૨ ૦-૧૩-૧૫ સમતળ પાણી નથી

૧૫૫ તળાવ કલાલી ૪૩૭ ૧-૪૧-૬૪ સમતળ પાણી નથી

નોંધ ઃ એરીયા હેકટરમાં છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution