ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા: ભગવાન જગન્નાથજીના ગુજરાતી લાલ બાંધણીના વાઘા તૈયાર 
28, જુન 2021 1188   |  

અમદાવાદ-

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભગવાનના વાઘા તૈયાર કરી દેવામાં આવ્યા છે. અલગ અલગ 4 દિવસના ભગવાન ના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. કોરોના કાળમાં ભગવાન બધા ને આશીર્વાદ આપે અને લીલા લહેર કરે તે માટે ભગવાનના લીલા રંગના વાઘા. સોના વેશ ના મારું વેલવેટના વાઘા અને રથયાત્રાના દિવસે ભગવાન ને ગુજરાતી પરંપરાગત ગુજરાતી લાલ બાંધણીના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. શાહપુરમાં રહેતા સુનિલભાઈ એ આ વાઘા તૈયાર કર્યા છે. સુનિલ ભાઈ અને તેમનો પરિવાર પાછળના 18 વર્ષથી ભગવાન ના વાઘા તૈયાર કરે છે. 45 દિવસની અંદર આ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં લીલા પીળા લાલ અને અલગ અલગ કલરમાં વાઘા તૈયાર કરવામાં આવ્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution