ભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ, 2ના મોત
24, જાન્યુઆરી 2021

અમદાવાદ-

ભાવનગર-અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. કારમાં સવાર ૫માંથી ૨ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતદેહ બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. બનાવની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત પ્રારંભિક માહિતી અનુસાર, ભાવનગર અમદાવાદ હાઇવે પર પીપળી વટામણ રોડ પાસે એક ટ્રક અમદાવાદ તરફ જઇ રહ્યો હતો, જે ધડાકાભેર સામેથી આવતી કાર સાથે અથડાયો હતો. અકસ્માતનો ભોગ બનનાર કાર તેલંગણા પાસિંગની છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા ક્રેઇન બોલાવી હતી. અકસ્માતમાં ત્રણ ઇજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર જણાતા ધોળકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે ૨ને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. બે મૃતદેહોને પીએમ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution