આઈસીટીની વિદ્યાર્થીનીને ૫૧ લાખ રૂપિયાનું પેકેજ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, નવેમ્બર 2020  |   2871

અમદાવાદ

એ વાતમાં કોઈ જ શંકા નથી કે નાના વેપારીઓથી લઈને સેલિબ્રિટી સુધી વર્ષ ૨૦૨૦ એ સૌથી આકરું વર્ષ રહ્યું છે. આ ઉપરાંત કોરોનાકાળમાં પણ વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી છે. કોરોના મહામારીના કારણે રુટિન ક્લાસ તેમજ કોર્સમાં અડચણો ઉભી થઈ છે તો જે આ વર્ષમાં પાસ થયા છે તેમને નોકરી મેળવવામાં પણ આકરો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કારણકે ઈન્સ્ટીટ્યૂટને પણ પ્લેસમેન્ટ માટે રિક્રૂટર્સ મળી નથી રહ્યાં.

આવી સ્થિતિમાં પણ આઈટી સેક્ટરમાં નોકરીમાં મોટાપાયે રોજગારી મળી છે. એકબાજુ કોરોના મહામારીના કારણે અનેક કંપનીઓમાંથી છટણી થઈ હોવાના સમાચાર આવી રહ્યાં છે તો ક્યાંક પગારમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિ વચ્ચે કોમ્યુટર, આઈટી, આઈસીટી એન્જિનિયરિંગ કોર્સમાં ટોપ ઈન્સ્ટિટ્યૂટમાં ૮૦-૮૫% પ્લેસમેન્ટ નોંધાયું છે. હકીકતમાં, આઈટી ફર્મ સૌથી વધુ વિકસી છે. જ્યારે ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી વિદ્યાર્થીઓએ પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને ૫૧ લાખ જેટલું વાર્ષિક પેકેજ મેળવ્યું છે. ડ્ઢછૈંૈંઝ્ર્‌ના પ્લેસમેન્ટ કન્વેનર પ્રોફેસર યશ અગ્રવાલે જણાવ્યું હતું કે, પ્લેસમેન્ટ પ્રોસેસ હજુ ચાલી રહી છે ત્યાં એક છોકરીને ઓસ્ટ્રેલિયાની કંપનીએ ૫૧ લાખ જેટલું વાર્ષિક પેકેજ ઓફર કર્યું છે. ગત વર્ષ ૨૦૧૬-૧૭માં ૪૦ લાખ, ૨૦૧૭-૧૮માં ૨૯.૩ લાખ, ૨૦૧૮-૧૯માં ૩૯ લાખ અને ૨૦૧૯-૨૦માં ૩૯ લાખનું પેકેજ ઓફર થયું હતું.' કેટલાક ટોપ રિક્રૂટર્સમાં અમેઝોન, ટેકિયન કોર્પ તેમજ સ્પ્રિંકલ અને માઈક્રોસોફ્ટ જેવી ટેક્નોલોજી સાથે સંકળાયેલી કંપનીઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને જે પણ જોબ ઓફર થઈ છે તેમાં સોફ્ટવેર/એપ્લિકેશન ડેવલપમેન્ટ, ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ આઈઓટી એપ્સ, એએસઆઈસી વેરિફિકેશન અને ફુલ સ્ટેક ડેવલપર જેવા રોલ ઓફર કરવામાં આવ્યાં છે. જ્યારથી કોરોનાકાળ ચાલુ થયો છે ત્યારથી જ ટેક્નોલોજીનો ઉપયોગ પણ વધ્યો છે. એજ્યુકેશન, શોપિંગ, બેન્કિંગ અને કામમાં પણ. વિદ્યાર્થીઓ માટે આઈટી સેક્ટર સોનાના ઈંડા આપતી મરઘી બન્યું છે. એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્રિન્સિપલે જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીમાં ૧૫% જોબ આપતી કંપનીઓ આઈટી સેક્ટરમાંથી જ આવે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution