વડોદરા, તા.૨૯ 

અમદાવાદ-વડોદરા હાઈવે પર જિલ્લા પોલીસની એલસીબીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને સુરત પાસીંગની એક બોલેરો પિકઅપ વાન ઝડપી પાડી તેમાંથી વિદેશી દારૂની ૬૪૮ બોટલો કબજે કરી હતી. દારૂના જથ્થા સાથે ઝડપાયેલા બોલેરો ચાલક યુવકની પોલીસે ધરપકડ કરી તેને દારૂનો જથ્થો આપનાર બે મુળ રાજસ્થાની સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

વડોદરા ગ્રામ્ય પોલીસની એલસીબી ટીમના ડી બી વાળા સહિતના સ્ટાફે ગત મોડી સાંજે બાતમીના આધારે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી હતી અને આજાેડ ગામની સીમમાં ટોલનાકાથી આગળ વડોદરાથી અમદાવાદ તરફ જતી જીજે-૦૫-બીટી-૬૪૭૯ નંબરની બોલેરો પીકઅપ વાનને આંતરી હતી. પોલીસે મોબાઈલ ફોનના ટોર્ચથી ગાડીના પાછળ ખાખી રંગના પુઠ્ઠાના બોક્સમાં તપાસ કરી હતી જેમાં એક બોક્સમાં વિદેશી દારૂની બે પેટીઓ પેક કરી હોવાની જાણ થઈ હતી. પોલીસે કુલ ૨૭ બોક્સમાં ૫૪ પેટીઓમાં મુકેલી ૨,૫૯,૨૦૦ રૂપિયાની કિંમતની દારૂની ૬૪૮ બોટલો કબજે કરી હતી.

વિદેશી દારૂનો જથ્થો મળતા પોલીસે બોલેરો પીકઅપ વાનના ચાલક ઘેવરચંદ ભગીરથરામ બિશ્નોઈ (હાલ રહે. સુગમપાર્ક સોસાયટી,આજવારોડ, મુળ.રહે. કરવાડા ગામ, જિ.ઝાલોર, રાજસ્થાન)ની અટકાય કરી તેની પાસેથી દારૂનો જથ્થો તેમજ પિકઅપ વાન, બે મોબાઈલ ફોન સહિત કુલ ૬,૭૪,૭૦૦ની મત્તા કબજે કરી હતી. પ્રાથમિક પુછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તેણે આ દારૂનો જથ્થો દશરથ ગામ નજીક સ્કોડા શો રૂમની પાછળ આવેલા ગોડાઉનમાંથી પ્રશાંત ઉર્ફ અનિલ સુરેશચંદ્ર કમાર (પાલી, રાજસ્થાન)એ ભરી આપ્યો હતો અને તે આણંદ જુના નેશનલ હાઈવે પર બીટ્ટ ઢાબા પર જઈ મનીષ પુરોહિત (રહે.અમદાવાદ, મુળ પાલી) કહે તેને આપવાનો હતો. આ વિગતોના પગલે તાલુકા પોલીસે ઘેવરચંદ તેમજ પ્રશાંત ઉર્ફ અનિલ અને મનીષ પુરોહિત સામે ગુનો નોંધી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

ગાયત્રી દાલ મિલમાથીં વિદેશી દારૂ ઝડપાયોે

શહેરમાં વિદેશી દારૂ વેંચવાની પ્રવૃત્તીઓ ઉપર એકાએક વધારો થયો છે ત્યારે પોલીસે પણ આ પ્રવૃત્તી બંધ કરાવવા માટે કમર કસી છે. જાેકે ઉચી કમાણીની લાલચને કારણે અને નવા બુટલેગરો ફુટી નિકળ્યા હોવાથી પોલીસની કામગીરી વધી છે ત્યારે પી.સી.બી.ની ટીમે જી.આઇ.ડી.માં આવેલી એક દાળ મીલમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એકની અટકાયત કરી છે. પી.સી.બી.ના પી.આઇ આર.સી. કાનમિયાને બનાતમી મળી હતી કે મકરપુરા જી.આઇ.ડી.ના રોડ નં.૯૦૭/૧માં આવેલ ગાયત્રી દાલ મીલમાં ઇગ્લિશ દારૂનો જથ્થો મુકી એનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પેટ્રોલિંગ કરી રહેલી ટીમને સુંચના આપી પોલીસે દાળની મીલમા જઇ દરોડો કરતાં બિયરના ટીન નં.૨૩૪ વિદેશી દારૂની બોટલો નં.૨૧ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૩૬,૮૦૦નો જથ્થો જપ્ત કરી વિપુલ સતિષભાઇ પટેલ નામના ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.